ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયલના PM નેતન્યાહુએ ઈરાનને આપી ચેતવણી, કહ્યું: બહુ મોટી ભૂલ કરી, કિંમત ચૂકવવી પડશે

  • ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની પૂરી શક્યતાઓને કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો

જેરુસલેમ, 02 ઓકટોબર: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની પૂરી શક્યતાઓ છે, કારણ કે ગઇકાલે રાત્રે ઈરાને ઈઝરાયેલ પર 200થી વધુ મિસાઈલો છોડી દીધી હતી. જે બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની આ કાર્યવાહી બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે, “ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડીને બહુ મોટી ભૂલ કરી છે.’ જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે, ઈરાને આની કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયેલ પરનો હુમલો ‘નિષ્ફળ’ રહ્યો. ઇઝરાયેલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે, જેના કારણે ઇરાની હુમલાને નિષ્ફળ બનાવવામાંઆવ્યો છે.

 

 

ઈરાને શું કહ્યું?

ઈઝરાયેલ પર હુમલા બાદ ઈરાન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. ઈરાનના એક અધિકારીએ કહ્યું છે કે, “જો ઈઝરાયેલ કાર્યવાહી કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.” ઈરાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, જો ઈઝરાયેલ જવાબ આપશે તો અમે વિનાશક જવાબ આપીશું.” તે જ સમયે, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે ઈઝરાયેલ પર મિસાઈલ ફાયર કર્યા બાદ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે.

 

વિનાશક રીતે જવાબ આપવામાં આવશે: ઈરાન 

ઈરાની અધિકારીએ કહ્યું કે, અમે હુમલાના થોડા સમય પહેલા જ રાજદ્વારી ચેનલો દ્વારા વોશિંગ્ટનને એલર્ટ કર્યું હતું. ઈરાનના એક અધિકારીના જણાવ્યા મુજબ, અમે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા અંગે રશિયાને પહેલાથી જ જાણ કરી દીધી હતી. જો ઈઝરાયેલ કાર્યવાહી કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે અને તેનો વિનાશક જવાબ આપવામાં આવશે.

હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રહેશે: ઈઝરાયેલ

ઈરાનના આ હુમલાને જોતા ઈઝરાયેલે તેના રહેવાસીઓને બંકરોમાં જવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયેલે કહ્યું છે કે, જ્યાં સુધી લેબનોન સરહદ નજીકના ઘરોમાંથી વિસ્થાપિત થયેલા નાગરિકો પાછા ફરવા માટે સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી તે હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.

આ પણ જૂઓ: સદગુરુ જગ્ગી વાસુદેવને ઈશા ફાઉન્ડેશન આશ્રમમાં પોલીસના દરોડા, જાણો શું છે મામલો

Back to top button