ટ્રેન્ડિંગનેશનલ

‘મારી પોતાની વિશ્વસનીયતા દાવ પર છે’ CJI ચંદ્રચૂડે વકીલોને શા માટે ઠપકો આપ્યો? જાણો

Text To Speech
  • વકીલો યુક્તિઓ અપનાવીને કોર્ટને ગેરમાર્ગે દોરી શકશે નહીં: CJI

નવી દિલ્હી, 1 ઓકટોબર: ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડે આજે મંગળવારે વકીલોની નવી પ્રથા પર નારાજગી વ્યક્ત કરી છે. CJIએ ઠપકો આપતાં કહ્યું કે, “અલગ-અલગ વકીલો વારંવાર એક જ કેસને બેંચ સમક્ષ લાવે છે અને તારીખ માંગે છે. વકીલો આવી યુક્તિઓ અપનાવીને કોર્ટને ગેરમાર્ગે દોરી શકશે નહીં. મારી પોતાની વિશ્વસનીયતા દાવ પર છે. મારે દરેક માટે માનક નિયમોનું પાલન કરવું પડશે.”

એકને એક મામલો સામે આવતા CJI ગુસ્સે થઈ ગયા

અહેવાલ અનુસાર, CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે વકીલની માઈનિંગ લીઝને સમાપ્ત કરવા સંબંધિત કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન, સુપ્રિમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે, ગઈકાલે પણ આ મામલો તેમની સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. જેથી આ અંગે નારાજગી વ્યક્ત કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે, યોગ્ય આદેશ મેળવવા માટે એક જ કેસને વારંવાર ઉઠાવવાની પ્રથા હવે બંધ કરવાની જરૂર છે.

મારી અંગત વિશ્વસનીયતા દાવ પર: CJI

CJIએ કહ્યું કે, આ એક નવી પ્રથા થઈ ગઈ છે કે જુદા જુદા વકીલો લિસ્ટિંગ માટે એકસમાન કેસ રજૂ કરે છે અને એકવાર જજ સમક્ષ આવતા તમને કોઈ તારીખ મળી જાય છે. આ એક પ્રથા છે જે ઉભરી રહી છે. CJIએ આગળ કહ્યું કે, ચીફ જસ્ટિસ તરીકે મારી પાસે જે પણ થોડી સમજદારી છે તેનો ઉપયોગ ક્યારેય તમારા પક્ષમાં નહીં થાય. તમે કોર્ટને ગેરમાર્ગે દોરી શકશો નહીં. મારી અંગત વિશ્વસનીયતા દાવ પર છે.

આ પણ જૂઓ: રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં નવું સમન્સ, સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી સંબંધિત મામલો

Back to top button