ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં નવું સમન્સ, સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી સંબંધિત મામલો

Text To Speech
  • લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મુકાયા

મુંબઈ, 1 ઓકટોબર: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની એક કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને આજે મંગળવારે સમન્સ પાઠવ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકર વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણી બદલ તેમની સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ કેસમાં નાસિકના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાલી પરિમલ કડુસ્કરે 27 સપ્ટેમ્બરે એક પ્રક્રિયા (સમન્સ/નોટિસ) જારી કરી હતી.

 

નોટિસમાં શું લખ્યું હતું?

નોટિસમાં કહેવામાં આવ્યું કે, “દેશભક્ત વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલું નિવેદન પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષીભર્યું લાગે છે.” રાહુલ ગાંધીએ કેસની આગામી તારીખે રૂબરૂ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ મારફત હાજર થવાનું રહેશે, જેનો નિર્ણય લેવાનો બાકી છે.

‘વીર સાવરકરની પ્રતિષ્ઠાને જાણી જોઈને નુકસાન પહોંચાડ્યું’

આ કેસમાં ફરિયાદી, જે એક NGOના ડાયરેક્ટર છે, તેમણે દાવો કર્યો કે, “તેણે હિંગોલીમાં રાહુલ ગાંધી દ્વારા સંબોધિત કરેલી પ્રેસ કોન્ફરન્સ અને નવેમ્બર 2022માં કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલું ભાષણ પણ જોયું હતું.” તેમણે આક્ષેપ કર્યો કે, રાહુલ ગાંધીએ બંને પ્રસંગોએ તેમના શબ્દો અને દ્રશ્ય પ્રસ્તુતિઓ થકી જાણીજોઈને વીર સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું અને સમાજમાં તેમની છબીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, ‘પ્રેસ નિવેદનો સાથે આરોપી(રાહુલ ગાંધી)નું ભાષણ ફરિયાદી(NGO ડાયરેક્ટર)ના આદર્શ સ્વતંત્રવીર સાવરકરની પ્રતિષ્ઠા અને સ્વતંત્રતા પૂર્વેના તેમના ઉમદા કાર્યો તેમજ સમાજમાં તેમના યોગદાનને કલંકિત કરવાનો પ્રયાસ કરે છે.’

આ પણ જૂઓ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં આપેલા એક નિવેદનની દેશભરમાં ચર્ચા, જાણો શું કહ્યું હતું

Back to top button