ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનમ વાંગચુકની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત, સોશિયલ એક્ટિવિસ્ટે X પર આ પોસ્ટ કરી

  • સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’ કાઢીને દિલ્હીમાં પ્રવેશી રહ્યા હતા

નવી દિલ્હી, 1 ઓકટોબર: સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની દિલ્હી પોલીસ દ્વારા સિંઘુ બોર્ડર પરથી અટકાયત કરવામાં આવી છે. તેઓ તેમની 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’ કાઢીને દિલ્હીમાં પ્રવેશી રહ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. વાંગચુકની સાથે લદ્દાખના લગભગ 150 લોકો પણ હતા. આ દરમિયાન પોલીસે તેમની પણ અટકાયત કરી છે. અટકાયત બાદ વાંગચુકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. વાંગચુક કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને છઠ્ઠી અનુસૂચિનો દરજ્જો આપવાની માંગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા, જેના માટે સિંઘુ સરહદ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

 

પોલીસે કસ્ટડીમાં લેવાનું કારણ જણાવ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કલમ 163 લાગૂ હોવા છતાં આ લોકો એકસાથે દિલ્હીની સરહદોમાં પ્રવેશી રહ્યા હતા. વાંગચુક સહિત કેટલાક પ્રદર્શનકારોને દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અટકાયત કર્યા પછી, વાંગચુકે X પર પોસ્ટ કર્યું કે, ‘મારી 150 રાહદારીઓ સાથે અટકાયત કરવામાં આવી છે. દિલ્હી બોર્ડર પર 100 પોલીસ છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે, 1000 પોલીસ છે. 80 વર્ષથી વધુ ઉંમરના ઘણા વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ અને ઘણા આર્મી વેટરન્સ છે. અમને ખબર નથી કે, આગળ શું થશે. અમે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં બાપુની સમાધિની સૌથી શાંતિપૂર્ણ કૂચ પર હતા.

રાહુલ ગાંધીએ X પર આપી પ્રતિક્રિયા

 

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોનમ વાંગચુકની અટકાયતના મામલાને લઈને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘પર્યાવરણ અને બંધારણીય અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહેલા સોનમ વાંગચુક અને સેંકડો લદ્દાખીઓની અટકાયત સ્વીકાર્ય નથી. લદ્દાખના ભવિષ્ય માટે ઉભા રહેલા વડીલોને દિલ્હી બોર્ડર પર કેમ અટકાયતમાં રાખવામાં આવે છે? PM મોદી, ખેડૂતોની જેમ આ ચક્રવ્યુહ પણ તૂટી જશે અને તમારો અહંકાર પણ તૂટી જશે. તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.

આ પણ જૂઓ: પોતાની દીકરીના લગ્ન, બીજાને સંન્યાસી બનવા કેમ પ્રેરણા આપો છો! આ કોર્ટના જગ્ગી વાસુદેવને તીખા સવાલ

Back to top button