વિધાનસભાની ચૂંટણીને હજી 6 મહિનાની વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત આવીને નાગરિકોને મત આપવા રીઝવી રહ્યાં છે. ત્યાં બીજી તરફ આપ પાર્ટી આજે મોટો ધડાકો કરી શકે છે. ચૂંટણીને હજી વાર છે ત્યારે આજે AAP વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, AAP આજે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરશે. વિધાનસભા ચૂંટણી પહેલા AAP એ ઉમેદવારોનું લિસ્ટ બનાવી દીધુ છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા છે. કેજરીવાલની મુલાકાત બાદ AAP એ આ યાદી તૈયાર કરી છે.
આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીને શું કરવા માંગે છે. આપની આ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. સાથે જ બંનેની ચૂંટણી રણનીતિ પર પણ મોટી અસર પડી રહી છે. આપ પાર્ટી હાલ ગુજરાતમાં એડીચોટીનુ જોર લગાવી રહી છે. તે એક પણ મોકો છોડવા માંગતી નથી.