ફુમિયો કિશિદાએ જાપાનના વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામું, શિગેરુ ઈશીબા લેશે શપથ
- ફુમિયો કિશિદાનો કાર્યકાળ ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચારનો આરોપ લાગતા તેમને પદ છોડવું પડ્યું હતું
Japan’s Prime Minister Fumio Kishida steps down as planned before his likely successor Shigeru Ishiba takes office, AP reports
— Press Trust of India (@PTI_News) October 1, 2024
શિગેરુ ઈશિબાએ સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરી
શિગેરુ ઈશિબા જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જાપાનમાં, શાસક પક્ષના પ્રમુખ દેશના વડાપ્રધાન રહે છે. આવી સ્થિતિમાં શિગેરુ ઈશિબા ટૂંક સમયમાં જ જાપાનના નવા વડાપ્રધાન બનશે. પીએમ તરીકે શપથ લીધા બાદ ઈશિબા તેમના કેબિનેટની જાહેરાત કરશે. સંસદના બંને ગૃહોમાં LDP પાર્ટીની બહુમતી છે. વડાપ્રધાન તરીકે ઈશિબાનો કાર્યકાળ જુલાઈ 2025 સુધીનો હતો અને તે પછી દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હતી, પરંતુ શિગેરુ ઈશિબાએ વડાપ્રધાન પદ સંભાળતા પહેલા જ 27 ઓક્ટોબરે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. તાજેતરના સમયમાં જાપાનની સત્તાધારી પાર્ટી LDPની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને તેના કારણે પાર્ટીના નેતૃત્વમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંસદમાં LDPની બહુમતી
જાપાનની સામાન્ય ચૂંટણીમાં શાસક LDPનો મુકાબલો કોન્સ્ટિટ્યુશન ડેમોક્રેટિક પાર્ટી ઓફ જાપાન સાથે થશે. વળી, રૂઢિચુસ્ત જાપાન ઈનોવેશન પાર્ટી પણ મુખ્ય હરીફ છે. સંસદની 465 બેઠકોમાંથી LDP સાંસદોની સંખ્યા 258 છે અને આ પક્ષ 2012થી સત્તામાં છે. બંધારણીય ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોની સંખ્યા 99 છે. જ્યારે કન્ઝર્વેટિવ જાપાન પાર્ટીના સાંસદોની સંખ્યા 45 છે. ઈશિબા જાપાનના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે અને પ્રચાર દરમિયાન પણ તેમનો ભાર સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર રહ્યો હતો.
આ પણ જૂઓ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM નેતન્યાહુ સાથે કરી વાત, જાણો બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ