ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

નવરાત્રી માટે છે પરફેક્ટ ફળાહાર સાબુદાણાની ખીર, આખો દિવસ રહેશો એનર્જેટિક

Text To Speech
  • જો તમે નવરાત્રીના નવ દિવસ વ્રત કરી રહ્યા છો તો તમે સાબુદાણાની ખીર બનાવીને ખાઈ શકો છો. તે પચવામાં સરળ હોય છે અને શરીરને ઉર્જાથી ભરી દે છે

HD ન્યુઝ ડેસ્કઃ સાબુદાણાની ખીર વ્રતમાં ખાવાનું લોકો ખૂબ પસંદ કરતા હોય છે. તેના બે કારણ છે એક તો તે બનાવવામાં ઈઝી છે અને બીજું તે ખાઈને આખો દિવસ એનર્જેટિક રહી શકાય છે. વળી તે પચવામાં પણ સરળ છે. જો તમે નવરાત્રીના નવ દિવસ વ્રત કરી રહ્યા છો તો તમે સાબુદાણાની ખીર બનાવીને ખાઈ શકો છો. તે પચવામાં સરળ હોય છે અને શરીરને ઉર્જાથી ભરી દે છે. સાબુદાણાની અન્ય વાનગીઓ હેવી પડી શકે છે, કેમકે તેમાં વધુ પડતુ તેલ આવે છે, પરંતુ સાબુદાણાની ખીર ફાઈબરથી ભરપૂર એક હળવો ખોરાક છે. આજે જાણો સાબુદાણાની ખીર બનાવવાની રીત અને સરળતાથી તૈયાર કરો.

નવરાત્રી માટે છે પરફેક્ટ ફળાહાર સાબુદાણા ખીર, આખો દિવસ રહેશો એનર્જેટિક hum dekhenge news સાબુદાણા ખીર બનાવવા માટેની સામગ્રી

સાબુદાણા – અડધો કપ
દૂધ – એક લિટર
ખાંડ – પા કપ (સ્વાદ મુજબ)
ઘી – 2 ચમચી
એલચી પાવડર – બે ચપટી
બદામ, કાજુ (ઝીણા સમારેલા) – ગાર્નિશિંગ માટે

નવરાત્રી માટે છે પરફેક્ટ ફળાહાર સાબુદાણા ખીર, આખો દિવસ રહેશો એનર્જેટિક hum dekhenge news

સાબુદાણા ખીર બનાવવાની રીત

સાબુદાણા ખીર એક ઉત્તમ સ્વાદથી ભરપૂર સ્વીટ વાનગી છે, જે ફળાહાર તરીકે ખૂબ ખવાય છે. સાબુદાણાની ખીર બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણાને બે-ત્રણ વાર પાણીથી ધોઈ લો અને પછી તેને પાણીમાં 4-5 કલાક પલાળી રાખો. સાબુદાણા પાણીને સારી રીતે શોષી લેશે, ફૂલી જશે અને નરમ થઈ જશે.
હવે એક કડાઈમાં દૂધ નાખી મધ્યમ તાપ પર ગરમ કરો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં પલાળેલા સાબુદાણા નાખી મિક્સ કરો અને હલાવતા રહો. ધીમા ગેસે સાબુદાણા બરાબર દૂધમાં મિક્સ ન તાય ત્યાં સુધી હલાવતા રહો.

જ્યારે ખીર ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં સ્વાદ મુજબ ખાંડ અને ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો અને ખીરને થોડીવાર પકાવો. ત્યારબાદ ગેસ બંધ કરો અને ખીરને સમારેલી બદામ અને કાજુથી ગાર્નિશ કરો. જ્યારે ખીરને ઠંડી પીરસવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ વધી જાય છે.

ટિપ્સ

  • ખીરને સતત હલાવતા રહો જેથી તે તળિયે ચોંટી ન જાય.
  • જો તમને ખીર ઘટ્ટ પસંદ હોય તો તમે થોડું વધારે દૂધ ઉકાળીને તેમાં ઉમેરી શકો છો.
  • તમે તમારી પસંદગી મુજબ અન્ય ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચોઃ નવરાત્રીના ઉપવાસ માટે ઘરે જ બનાવો મખાના નમકીન અને ચિક્કી, મળશે ભરપૂર એનર્જી

Back to top button