ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કમલા હેરિસ ઉપર ઇલોન‌ મસ્કનો જોરદાર પ્રહાર: અમેરિકામાં ચૂંટણી યુગ પૂરો થઈ જશે

  • ઇલોન‌ મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરને જવાબ આપતાં કમલા હેરિસ પર લગાવ્યા આરોપો 

વોશિંગ્ટન DC, 30 સપ્ટેમ્બર: અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં હવે ભારત જેવું રાજકારણ થવા લાગ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે તેમના સમર્થકોએ હવે ભારતની કોંગ્રેસ પાર્ટીના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દીધું છે. જેમ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં કહેતી હતી કે, NDA જીતશે તો લોકશાહી ખતરામાં આવશે, 2024ની ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે… એ જ પેંતરો હવે ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક ઇલોન‌ મસ્કે અપનાવ્યો છે. અમેરિકી ચૂંટણીના ઉત્તેજના વચ્ચે ઇલોન‌ મસ્કે કમલા હેરિસ ઉપર જોરદાર પ્રહારો કર્યા છે.  તેમણે દાવો કર્યો છે કે, જો અમેરિકાની આગામી પ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ નહીં જીતે તો અમેરિકામાં ચૂંટણી યુગ પૂરો થઈ જશે. આનાથી લોકશાહી જોખમમાં મુકાશે અને તેને માત્ર ટ્રમ્પ જ બચાવી શકે છે. ટ્રમ્પને ચૂંટવા એ અમેરિકામાં લોકશાહી બચાવવાનો એકમાત્ર રસ્તો છે.

નેટફલિકસના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે કમલા હેરિસને 7 મિલિયન ડોલરના દાન સાથે સમર્થન આપ્યા બાદ અમેરિકામાં નેટફ્લિક્સ કેન્સલેશનમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે.

ઇલોન‌ મસ્કે બાઈડન/ રિસ સરકાર વિશે શું-શું કહ્યું?

X અને SpaceXના માલિક ઇલોન‌ મસ્કે જો બાઈડન/હેરિસ સરકાર પર કેટલાક સ્વિંગ સ્ટેટ્સમાં ચૂંટણી જીતવા માટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશના નાગરિક બનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘જો 20માંથી 1 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પણ દર વર્ષે નાગરિક બને (કંઈક એવું જે ડેમોક્રેટ્સ જેટલી જલ્દી થઈ શકે, તેટલી જલ્દી કરી રહી છે) તો 4 વર્ષમાં લગભગ 2 મિલિયન નવા કાનૂની મતદારો હશે. સ્વિંગ સ્ટેટ્સમાં વોટિંગ માર્જિન ઘણીવાર 20 હજાર વોટથી ઓછું હોય છે. જેનો અર્થ એ થયો કે, જો ડેમોક્રેટિક પાર્ટી સફળ થાય છે, તો બીજું કોઈ સ્વિંગ સ્ટેટ નહીં રહે.’ અહીં, સ્વિંગ સ્ટેટનો મતલબ એવા રાજ્યથી છે, જ્યાં બે મોટી પાર્ટીઓનો મતદાતાઓ પર આધાર સમાન સ્તરે હોય છે.

ઇલોન‌ મસ્કે વધુમાં જણાવ્યું કે, બાઈડન સરકાર આશ્રય શોધનારાઓ(ઇમિગ્રન્ટ્સ)ને સ્વિંગ સ્ટેટ્સમાં મોકલી રહ્યું છે, જે આખરે લોકશાહીનો નાશ કરશે અને અમેરિકાને એક-પક્ષીય રાજ્ય બનાવશે. મસ્કે કહ્યું કે, ‘બાઈડન/હેરિસ સરકાર આશ્રય શોધનારાઓને સીધા પેન્સિલવેનિયા, ઓહિયો, વિસ્કોન્સિન અને એરિઝોના જેવા સ્વિંગ સ્ટેટ્સમાં મોકલી રહ્યું છે. આ દરેક ચૂંટણી જીતવાનો એક નિશ્ચિત માર્ગ છે. અમેરિકા ત્યાં પછી એક પક્ષીય બની જશે અને લોકશાહી ખતમ થઈ જશે. એકમાત્ર ચૂંટણી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાથમિક હશે. 1986ની માફી બાદ ઘણા વર્ષો પહેલા કેલિફોર્નિયામાં પણ આવું જ બન્યું હતું.

ઇલોન‌ મસ્ક ટ્રમ્પના સમર્થક 

ઇલોન‌ મસ્કે આગળ કહ્યું કે, ‘કેલિફોર્નિયાને આત્યંતિક સમાજવાદથી દૂર રાખવા અને સરકારી નીતિઓને દબાવી રાખવાની એકમાત્ર વસ્તુ એ છે કે, લોકો કેલિફોર્નિયા છોડી શકે છે અને છતાં પણ અમેરિકામાં રહી શકે છે. એકવાર આખો દેશ એક પક્ષના કબજામાં આવી જાય, પછી તેને બચવાનો કોઈ રસ્તો નહીં રહે. અમેરિકામાં દરેક જગ્યાએ સાન ફ્રાન્સિસ્કો શહેર જેવી સ્થિતિ હશે.” ઉલ્લેખનીય છે કે, ઇલોન‌ મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક છે અને તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ પણ લીધો હતો. સમયાંતરે ઇલોન‌ મસ્કે ટ્રમ્પને સમર્થન આપ્યું છે અને તેમના પક્ષના સમર્થનનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

મસ્કે કોંગ્રેસનો દાવ કેવી રીતે રમ્યો?

ઇલોન‌ મસ્ક દ્વારા કરવામાં આવેલો દાવો કોંગ્રેસની રણનીતિ સાથે મેળ ખાય છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પણ લોકોની વચ્ચે જઈને આવી જ અપીલ કરતી હતી. કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે, જો ભાજપ જીતશે તો લોકશાહી ખતરામાં આવશે. દેશમાંથી ચૂંટણીનું નિશાન ભૂંસાઈ જશે. હવે અમેરિકામાં પણ ઇલોન‌ મસ્ક એ જ સૂર ગાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ કરી રહ્યા છે. ઘણા મતદાન સર્વેક્ષણોમાં કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી રહ્યા છે. અમેરિકામાં 5 નવેમ્બરે પ્રમુખની ચૂંટણી છે.

આ પણ જૂઓ: સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની આશા વધી: Crew 9 ISS પહોંચ્યું, જૂઓ વીડિયો

Back to top button