ગુજરાત: સહેલાણીઓને આકર્ષવા માટે નળ સરોવરનો વિકાસ કરાશે, જાણો શું સુવિધા મળશે
- ભવિષ્યમાં અમદાવાદની AMTS બસ સેવાને નળસરોવર સુધી લંબાવાશે
- હાલ નળ સરોવરમાં બર્ડ સેન્ચ્યુરી સહેલાણીઓ માટે ખુલ્લું છે
- ટિકિટ માટે અલગ એરિયા પાણીનું લેવલ જાળવી શકાશે એક મોટો હોલ બનશે
અમદાવાદ જિલ્લામાં સાણંદ-બાવળા તાલુકા વિસ્તારને અડીને આવેલા નળ સરોવરનું લોકોમાં ભારે આકર્ષણ છે. આખા વર્ષ દરમિયાન 60 હજારથી વધુ સહેલાણીઓ આવે છે. ખાસ કરીને શિયાળામાં દેશવિદેશથી આવતા અઢીથી ત્રણ લાખ પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતાં હોય છે. ત્યારે સહેલાણીઓની સંખ્યા વધારવા માટે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા નળ સરોવર વિસ્તારનો વિકાસ કરાઇ રહ્યો છે. જેમાં નળ સરોવર ખાતે બે એન્ટ્રી ગેટ, બોટીંગ, કાફેટ એરિયા, જમવાની વ્યવસ્થા, પક્ષીઓને જોવા ખાસ વ્યવસ્થા, રિસેપ્શન સેન્ટર સહિતની સુવિધાઓ ઊભી કરાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, જાણો કયા પડશે વરસાદ
ભવિષ્યમાં અમદાવાદની AMTS બસ સેવાને નળસરોવર સુધી લંબાવાશે
નળ સરોવર વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે છે. જેથી સમગ્ર વિસ્તારમાં અવરજવરથી લઇ સંચાલન ફોરેસ્ટ વિભાગ દ્વારા જ કરાય છે. પરંતુ નવા નજરાણા બાદ નળ સરોવરોનું સંચાલન પીપીપી ધોરણે કરાય તેવી શકયતા છે. જેથી કરીને ઊભી કરાયેલી નવી સુવિધાઓની સારી રીતે જાળવણી થઇ શકે. ટુરિઝમ વિભાગના સુત્રો કહ્યું કે, નળ સરોવર વિસ્તારના વિકાસથી સ્થાનિક લોકોને રોજગારી મળશે. સાથો સાથ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓને દેશ-વિદેશના જવલ્લેજ દેખાતા પક્ષીઓને જોવાનો લાભ મળી શકશે. ભવિષ્યમાં અમદાવાદની AMTS બસ સેવાને નળસરોવર સુધી લંબાવાશે.
હાલ નળ સરોવરમાં બર્ડ સેન્ચ્યુરી સહેલાણીઓ માટે ખુલ્લું છે
હાલ નળ સરોવરમાં બર્ડ સેન્ચ્યુરી સહેલાણીઓ માટે ખુલ્લું છે. પરંતુ સહેલાણીઓની સંખ્યા સામાન્ય છે. દિવાળીની રજાઓમાં સંખ્યા વધશે. દિવાળી પછી ઠંડીના ચાર મહિના અઢીથી ત્રણ લાખ પક્ષીઓની અવરજવર રહે છે, એટલે સહેલાણીઓના ટોળે ટોળાં આવતાં હોય છે. વહેલી પરોઢિયે સહેલાણીઓ આવે છે, કેટલાક અડધો દિવસ સુધી રોકાય છે. સાંજના સમય ઠંડક પ્રસરતા પક્ષીઓની અવરજવર રહેતી હોવાથી તેને જોવા માટે સહેલાણીઓ આવતાં હોય છે. નળ સરોવરને વિકસાવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. આગામી જૂન-2025માં કામગીરી પૂરી થઇ જવાની શક્યતા છે. જેથી કરીને ઉનાળાના વેકેશનથી જ સહેલાણીઓને આકર્ષિત કરી શકાય. અત્યારે એન્ટ્રીગેટ તૈયાર થઇ ગયા છે, હવે બોટીંગ એરિયાથી લઇ અન્ય કામગીરી ચાલી રહી છે.
ટિકિટ માટે અલગ એરિયા પાણીનું લેવલ જાળવી શકાશે એક મોટો હોલ બનશે
વિરગામ અને બગોદરા મળી બે એન્ટ્રી ગેટ રહેશે ટિકિટ માટે અલગ એરિયા પાણીનું લેવલ જાળવી શકાશે એક મોટો હોલ બનશે, જેમાં નળ સરોવરના ઇતિહાસને આવરી લેવાશે, દેશ-વિદેશના પક્ષીઓની માહિતી પણ હશે નળ સરોવરના દૂર રહેલા પક્ષીઓ અને તેઓની એક્ટીવિટી જોઇ શકાશે બોટીંગ એરિયામાં વિવિધ પ્રકારની બોટ રખાશે. બોટીંગ એરિયામાં ચા-નાસ્તા માટે આકર્ષક કાફેટ એરિયા બનશે હાલ જ્યાં દુકાનો બનાવી છે, તે વિસ્તારમાં જમવા માટે ફુડ કોર્ટની વ્યવસ્થા રહેશે, જેમાં દેશ સહિત વિવિધ પ્રકારની ખાદ્ય ચીજ-વસ્તુઓ મળશે. લોકો પૂછપરછ કરીને જાણકારી મેળવી શકે તે માટે રિસ્પેશન સેન્ટર બનશે કયુઆર કોડથી માહિતી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરાશે