ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલસંવાદનો હેલ્લારો

ખરતા વાળની સમસ્યાથી મુક્તિ માટે આ ઢબુડીએ જે ઉપાય બતાવ્યો એ સાંભળીને લોકો દીવાના થઈ ગયા

HD ન્યૂઝ ડેસ્ક, 29 સપ્ટેમ્બર, ખરતા વાળની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન થઈ ચૂક્યા હોય છે. વાળ ખરવાના અનેક કારણ હોય છે. સ્ટ્રેસ અને અનહેલ્ધી ફૂડના કારણે સૌથી વધારે વાળ ખરે છે. આ સિવાય વાળની જ્યારે જરૂરી પોષક તત્વો ન મળતા હોય ત્યારે પણ વાળ ખરવા લાગે છે. શરૂઆતમાં તો લોકો ખરતા વાળ ઉપર ધ્યાન આપતા નથી પરંતુ ધીરે ધીરે માથા પર ટાલ દેખાવા લાગે છે. માથા પર જ્યારે ટાલ દેખાવા લાગે ત્યારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો. ત્યારે ડૉક્ટરના ડ્રેસમાં બેઠેલી એક બાળકીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ખરતા વાળ માટેનો એક એવો ચોક્કસ ઉપાય જણાવ્યો છે, આ વાયરલ વીડિયો જોઈને લોકો હસી રહ્યા છે અને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાળ ખરવાનું કોઈ એક કારણ નથી હોતું. તેને રોકવા માટે અમુક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકો છો. વાળ ખરવાની સમસ્યા મહિલાઓ અને પુરુષોમાં પણ જોવા મળે છે. તેના માટે તેઓ અવનવા નુસખા પણ અપનાવતા હોય છે. ત્યારે હવે ખરતા વાળના ઉપાય માટેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારી બધી બીમારીઓ દૂર થઈ જશે. આ વાયરલ વીડિયોમાં ડૉક્ટર હોવાનો ડોળ કરતી આ છોકરી વાળ ખરવા માટેનો એવો ઉપાય જણાવી રહી છે, જેનો ઉપયોગ કર્યા પછી તમારા વાળ એવા બની જશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.

શું છે આ વિડિયોમાં ?

આ વાયરલ વિડિયોમાં એક નાની બાળકી ડૉક્ટર બની છે અને તેના પિતા તેના વાળ ખરવાની સમસ્યા લઈને તેની પાસે આવે છે. પપ્પાની પરી તેના પિતાને વાળ ખરતા અટકાવવા માટેનો અચૂક ઉપાય જણાવી રહી છે. આ પપ્પાની પરી પહેલાં તો તેના દર્દી પિતાની સમસ્યા વિશે પૂછ્યું, જે વાળ ખરવાની વાત કરે છે અને પછી આ માસૂમ બાળકે તેના પિતાને વાળ ખરતા રોકવા માટે તેમના વાળમાં વિવિધ તેલ નાખવાનું સૂચન કરે છે. તેના પિતા પૂછે છે, કેવું તેલ કોકોનટ ઓઈલ કે એન્જિન ઓઈલ. ત્યારે આ ઢબુડી કહે છે એન્જિન ઓઈલ યોગ્ય રહેશે. હવે આ વિડીયો જોયા બાદ લોકો કોમેન્ટ બોક્સમાં ખૂબ હસી રહ્યા છે અને યુઝર્સ અલગ અલગ ઇમોજી મોકલી રહ્યા છે.

આ ક્યૂટ વીડિયો પર એક યૂઝરે હસતા ઇમોજી એડ કરીને લખ્યું છે કે, ‘Engine oil is okay’. અન્ય એક યુઝરે લખ્યું, ‘World’s best doctor’. એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, ‘મેં મારા વાળમાં એન્જિન ઓઈલ લગાવ્યું છે અને તે 50KMphની ઝડપે વધી રહ્યું છે.’ એક યુઝરે લખ્યું છે કે, ‘શું હું આ સુંદર ડોક્ટરનું સરનામું મેળવી શકું? સાથે જ ઘણા યુજરે આ ક્યૂટ બાળકીની વાતમાં વાહ વાહ પણ કરી હતી.

આ પણ વાંચો…આ નવરાત્રીમાં કયા ચણિયાચોળી ટ્રેન્ડમાં છે? નવ દિવસ આ 9 રંગો ટ્રાય કરો

Back to top button