ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઇલેક્ટ્રિક વાહનો માટે 500 ચાર્જિંગ સ્ટેશન શરૂઃ એક વર્ષમાં 10,000 સ્ટેશનનો લક્ષ્યાંક

Text To Speech

પૂણે, 29 સપ્ટેમ્બર, 2024: ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે દેશમાં આજે એક સાથે 500 EV Charging stationsની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઈવી ચાર્જિંગ સ્ટેશનો દેશને સમર્પિત કર્યાં હતાં. ભારત સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવા માટે સતત પગલાં લઈ રહી છે. આ માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપી રહી છે. પરંતુ ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા આ વાહનોના ચાર્જિંગની સુવિધા અંગે લોકોના મનમાં  સવાલ રહ્યા કરતો હોય છે. જોકે હવે આ દિશામાં ઝડપી પ્રગતિ થવા લાગી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, રવિવાર, 29 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના પૂણે શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે પ્રધાનમંત્રીએ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં EV ચાર્જિંગ સ્ટેશન અને LNG સ્ટેશનની પણ શરૂઆત કરી. ભારત સરકારે પૂણેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રે કરોડો રૂપિયાની યોજનાઓ શરૂ કરી.

ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં 10 હજાર EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ સાથે PMએ દેશમાં 20 લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) સ્ટેશનો પણ શરૂ કર્યા છે, જેમાંથી ત્રણ મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું નેટવર્ક વિસ્તાર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 9 નવા સ્ટેશનોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ સાથે સોલાપુર એરપોર્ટનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેની પ્રથમ કન્યા શાળા ભીડેવાડા મેમોરિયલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. પીએમ મોદીએ આ યોજનાઓના લોન્ચિંગ પ્રસંગે પૂણેના લોકોને પણ સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે આજે પૂણે ગતિથી આગળ વધી રહ્યું છે. પૂણેમાં મેટ્રો ઘણા સમય પહેલાં આવવી જોઈતી હતી તેમ જણાવી વડાપ્રધાને ઉમેર્યું હતું કે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર સારું કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ વિશ્વ હૃદય દિવસ: હૃદયરોગના દર્દીઓ માટે આશાનું કિરણ બની યુ.એન. મહેતા હોસ્પિટલ

Back to top button