ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

પિરિયડ્સ પેઈનની તકલીફો દૂર કરશે આ ઘરેલુ નુસખા, મળશે ઝડપથી રાહત

  • પિરિયડ્સ પેઈનની તકલીફમાંથી દરેક સ્ત્રીએ પસાર થવું પડતું હોય છે, તમે કેટલાક ઘરેલુ નુસખા અપનાવીને આ સમસ્યાને હળવી ચોક્કસ કરી શકો છો

HD ન્યુઝ ડેસ્કઃ પિરિયડ્સ પેઈનની તકલીફમાંથી દરેક સ્ત્રીએ પસાર થવું પડતું હોય છે. આમ તો આ એક કોમન સમસ્યા છે, પરંતુ ઘણી વખત આ દુખાવો અસહ્ય પણ બની જતો હોય છે. આ દુખાવો પેટના નીચેના ભાગમાં થાય છે અને કેટલાક કિસ્સાઓમાં તે પીઠ, કમર અને પગમાં પણ ફેલાય છે. જો કે પીરિયડ્સના દુખાવાને સંપૂર્ણપણે દૂર કરવો કદાચ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ કેટલાક ઘરેલુ ઉપચાર પીડાને ઘટાડવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે છે. અહીં તમને કેટલાક અસરકારક અને સરળ ઘરેલું ઉપચાર જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે પીરિયડ્સના દુખાવામાં મહદઅંશે રાહત મેળવી શકો છો.

પિરિયડ્સ પેઈનની તકલીફો દૂર કરશે આ ઘરેલું નુસખા, મળશે ઝડપથી રાહત hum dekhenge news

ગરમ પાણીનો શેક

પીરિયડ્સના દુખાવાને ઘટાડવા માટે ગરમ પાણીનો શેક એ ખૂબ જ અસરકારક અને સરળ રીત છે. ગરમ પાણીની બોટલને પેટના નીચેના ભાગમાં રાખવાથી માંસપેશીઓમાં તણાવ ઓછો થાય છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેનાથી દુખાવામાં રાહત મળે છે.

આદુનુ સેવન

આદુમાં કુદરતી એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે, જે પીરિયડ્સ દરમિયાન ખેંચાણ અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. આદુની ચા બનાવવા માટે એક કપ પાણીમાં તાજા આદુનો ટુકડો નાખીને થોડીવાર ઉકાળો, પછી તેને ગાળીને પી લો. આને દિવસમાં 2-3 વાર પીવાથી દુખાવામાં આરામ મળશે.

પપૈયું ખાવ

પપૈયામાં પપૈન નામનું એન્ઝાઈમ હોય છે, જે માંસપેશીઓને આરામ આપવામાં અને રક્ત પ્રવાહ વધારવામાં મદદ કરે છે. પીરિયડ્સ દરમિયાન પપૈયું ખાવાથી દુખાવો ઓછો થાય છે. તમે તેને સલાડના રૂપમાં ખાઈ શકો છો અથવા જ્યુસ બનાવીને પી શકો છો.

પિરિયડ્સ પેઈનની તકલીફો દૂર કરશે આ ઘરેલું નુસખા, મળશે ઝડપથી રાહત hum dekhenge news

 

હળદરવાળું દૂધ

હળદરમાં કર્ક્યુમિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે કુદરતી પેઈન કિલર તરીકે કામ કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી દુખાવામાં આરામ મળે છે અને શરીર રિલેક્સ થાય છે. રાત્રે સૂતા પહેલા તે પીવું વધુ ફાયદાકારક છે.

યોગ અને કસરત

હળવો યોગ અને સ્ટ્રેચિંગ પીરિયડ્સના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. બાલાસન, પવનમુક્તાસન અને માર્જારી જેવા આસન સ્નાયુઓને આરામ આપીને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે, જેનાથી પીડામાંથી રાહત મળે છે. વધુમાં, નિયમિત હળવી શારીરિક પ્રવૃત્તિ જેમ કે ચાલવું અથવા સ્ટ્રેચિંગ પણ પીડા ઘટાડી શકે છે.

આ પણ વાંચોઃ સ્કિનના પ્રકાર પ્રમાણે બેસનમાંથી બનાવો ફેસપેક, ચહેરો ચમકી ઊઠશે

Back to top button