ટ્રેન્ડિંગનેશનલ

પુત્રની વાયરલ રીલ રાજસ્થાનના ડે. CM પ્રેમચંદ બૈરવા માટે બની મુસીબત, આપવું પડી શકે છે રાજીનામું

Text To Speech

જયપુર, 28 સપ્ટેમ્બર: રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાના પુત્રની વાયરલ રીલ પર રાજકીય ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની ખુરશી છીનવાઇ શકે છે. ભાજપ હાઈકમાન્ડે તેમને દિલ્હી બોલાવ્યા છે. બૈરવા મોડી રાત્રે જયપુરથી દિલ્હી જવા રવાના થાય હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઈકમાન્ડ પ્રેમચંદ બૈરવા પાસેથી રાજીનામું લઈ શકે છે.

પુત્ર રીલ કેસને લઈને સરકારની ટીકાથી હાઈકમાન્ડ નારાજ છે. વાસ્તવમાં સાંગાનેર વિધાનસભાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર  પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર કાર્તિકેય ભારદ્વાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાના પુત્ર આશુ જીપ ચલાવતો જોવા મળે છે.

આ રહ્યો વીડિયો

રાજસ્થાન પોલીસ જીપને આગળ અને પાછળ એસ્કોર્ટ કરતી જોવા મળે છે. જીપમાં તેની સાથે વધુ ત્રણ છોકરાઓ છે. એક આશુ સાથે આગળ બેઠો છે જ્યારે પાછળ બે છોકરાઓ બેઠા છે. તેમાંથી એક કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજના પુત્ર કાર્તિકેય છે. વાયરલ થઈ રહેલા રીલ વીડિયોમાં તેનો પુત્ર તેના કેટલાક મિત્રો સાથે ખુલ્લી જીપમાં મસ્તી કરતો જોવા મળે છે.

પહેલા બચાવ કર્યો પછી માફી માંગી
મામલો વધતો જોઈને બૈરવાએ આ અંગે સ્પષ્ટતા આપી હતી. તેણે કહ્યું કે તે હજુ બાળક છે. તે હજુ 18 વર્ષનો પણ નથી થયો. વીડિયોમાં દેખાતા બાળકો તેના મિત્રો છે. પોલીસની કાર બાળકને એસ્કોર્ટ કરી રહી ન હતી પરંતુ તેની કારને અનુસરી રહી હતી. હું મારા બાળકોને દોષ નથી આપતો કારણ કે તેઓ શાળાના મિત્રો સાથે હતા અને તેમનામાં એવું કંઈ નથી. આ નિવેદનના 24 કલાક બાદ બૈરવાએ  બીજું નિવેદન આપ્યું હતું, જેમાં તેમનું વલણ બદલાઈ ગયું હતું. તેમણે આ મામલે માફી માંગી હતી.

આ પણ વાંચો :HBD રણબીરઃ આકાશ અંબાણી સહિત સેલિબ્રિટીઝ સેલિબ્રેશનમાં સામેલ, નીતુ-રિદ્ધિમાએ આપી ખાસ શુભેચ્છા

Back to top button