ટ્રેન્ડિંગમનોરંજન

HBD રણબીરઃ આકાશ અંબાણી સહિત સેલિબ્રિટીઝ સેલિબ્રેશનમાં સામેલ, નીતુ-રિદ્ધિમાએ આપી ખાસ શુભેચ્છા

Text To Speech
  • રણબીર કપૂરને બર્થડે વિશ કરવા રાતે અનેક સેલિબ્રીટીઝ તેના ઘરે પહોંચ્યા હતા. માતા અને બહેન રિદ્ધિમાએ પણ રણબીરને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું

28 સપ્ટેમ્બર, મુંબઈઃ ‘બરફી’, ‘એનિમલ’, ‘રોકસ્ટાર’ જેવી ઘણી હિટ ફિલ્મો આપનાર બોલિવૂડનો સૌથી ચાર્મિંગ એક્ટર રણબીર કપૂર 28 સપ્ટેમ્બરે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દિવસને સ્પેશિયલ બનાવવા માટેની ઉજવણી મધ્યરાત્રિથી જ શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી, અર્જુન કપૂર સહિત અનેક સેલેબ્સ અડધી રાત્રે રણબીર કપૂરને બર્થડે વિશ કરવા તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

આ દરમિયાન રણબીરની માતા અને દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર પણ મોડી રાત્રે તેના ઘરે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નીતુ કપૂર કારની અંદર ફ્લોરલ ટોપ પહેરીને બેઠેલી જોવા મળે છે. અભિનેતા આદિત્ય રોય કપૂર અને અર્જુન કપૂર પણ બેસ્ટ ફ્રેન્ડ રણબીરના ઘરે રાત્રે 12 વાગે તેને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

HBD રણબીરઃ આકાશ અંબાણી સહિત સેલિબ્રિટીઝ સેલિબ્રેશનમાં સામેલ, માતા બહેને પણ આપી ખાસ શુભેચ્છા hum dekhenge news

રિદ્ધિમા કપૂરે વિશ કર્યું

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ તેને સુંદર અંદાજમાં વિશ કર્યું હતું. તેણે નાના ભાઈના નામે એક સુંદર પોસ્ટ શેર કરીને તેના છોટૂ પર પ્રેમ વરસાવ્યો છે. પોસ્ટમાં એક વીડિયો છે જેમાં રણબીર અને રિદ્ધિમાની ઘણી તસવીરો છે. તેણે હાર્ટ ઈમોજી સાથે લખ્યું છે, હેપ્પી બર્થડે માય છોટુ બ્રો… જે હવે નાનો નથી… લવ યુ સો મચ

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

માતા નીતુ તરફથી મળી શુભેચ્છા

નીતુ કપૂરે પણ પોતાના પુત્રના નામે એક સુંદર પોસ્ટ કરી છે. તેણે રણબીર કપુરની એક નવી બ્રાન્ડની ઝલક આપતો વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે પુત્ર, ભાઈ, પતિ, પિતા અને હવે સંસ્થાપક. હેપ્પી બર્થડે રણબીર. આશા છે કે તમારી નવી બ્રાન્ડ ARKS તારા જન્મદિવસને વધુ ખાસ બનાવશે. તારી નવી સફર જોવાનો આતુરતાથી ઈંતઝાર. મારો પ્રેમ અને આશીર્વાદ.

આલિયાએ લવિંગ હસબન્ડને વિશ કર્યું

આલિયા ભટ્ટે તેના પ્રેમાળ પતિને બર્થડે વિશ કરતી પોસ્ટ શેર કરી છે. તેમાં આલિયાએ અત્યાર સુધી ફેન્સથી નજરોથી બચેલી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ક્યુટ રાહા પણ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

આ પણ વાંચોઃ ભૂલ ભુલૈયાનું ટીઝર રીલીઝ, મંજુલિકા અને રુહ બાબા વચ્ચે થશે તાંડવ

Back to top button