ગુજરાતટ્રેન્ડિંગનવરાત્રિ-2024લાઈફસ્ટાઈલ

આ નવરાત્રીમાં કયા ચણિયાચોળી ટ્રેન્ડમાં છે? નવ દિવસ આ 9 રંગો ટ્રાય કરો

HD ન્યુઝ ડેસ્કઃ 28 સપ્ટેમ્બર, શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 11 ઓક્ટોબરે સમાપ્ત થશે. નવરાત્રિમાં આપણે રંગબેરંગી કપડાં પહેરીએ છીએ. યુવતીઓને દર વર્ષે નવા ટ્રેન્ડનો શોખ હોય છો. આ વર્ષે નવરાત્રી દરમિયાન કેવા-કેવા ચણિયાચોળી હશે અને નવરાત્રિના નવ રંગ માતાના નવ સ્વરુપ સાથે જોડાયેલા છે એ પણ ચર્ચા થઈ રહી છે. જો આપણે નવ રંગના કપડાં જે તે દિવસે ધારણ કરીએ તો માતાજીના આશીર્વાદ મળી રહે છે. અહીં જાણો નવરાત્રીના આ નવ દિવસોમાં કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ અને દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ. આજે તમને એ પણ જણાવીશું કે નવરાત્રીના આ 9 દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવા માટે તમારે કયા રંગના કપડાં પહેરવા જોઈએ.

નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા રસિકો ખૂબ જ ઉત્સાહભેર ખરીદી કરવા નીકળી પડ્યા છે. નવરાત્રી પર્વને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી પર્વ દરમિયાન ખેલૈયાઓ વિવિધ પ્રકારના ટ્રેડિશનલ કપડા, ચણિયાચોળી, ઝબ્બા, કેડિયું પહેરીને ગરબા રમતા હોય છે. પરંતુ માતાજીને પ્રસન્ન કરવા માટે એમને અનુરૂપ રંગના ફુલ – પ્રસાદ અથવા એમને અનુરૂપ રંગના કપડા પહેરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ રંગો અનુસાર કપડાં પહેરીને તહેવારને વિશેષ બનાવવામાં મદદ કરી શકો છો. અહીં નવરાત્રીના નવ દિવસ માટે રંગોની સૂચિ આપવામાં આવી છે.

નવરાત્રીના પ્રથમ દિવસે પહેરો આ રંગ

નવરાત્રીના પ્રથમ દિવસને પ્રતિપદા કહેવામાં આવે છે. આ દિવસ માતા શૈલપુત્રીનો છે. માતા શૈલપુત્રીનો પ્રિય રંગ સફેદ છે. તેથી પ્રથમ નવરાત્રી પર સફેદ રંગ શુભ માનવામાં આવે છે. આ રંગ પહેરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને માતાની કૃપા જળવાઈ રહે છે.

નવરાત્રિના બીજા નોરતે અને ત્રીજા નોરતે પહેરો આ રંગ

બીજા નોરતે બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. જેમને લીલો રંગ ખૂબ જ પ્રિય હોવાથી લીલા રંગના ચણિયાચોળી પહેરવા અથવા લીલા રંગનો પ્રસાદ અર્પણ કરી શકો છો. ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગ્રે કલરના ચણિયાચોળી પહેરવાથી લાભ થશે.

છટ્ઠા નોરતે લાલ રંગના ચણિયાચોળી પહેરવાથી માતા પ્રસન્ન થશે

નવરાત્રિના ચોથા નોરતે કુષ્માંડા માતાને પ્રસન્ન કરવા માટે તેમને કેસરી રંગના ફૂલ ચડાવવા અથવા કેસરી રંગના ચણિયાચોળી પહેરીને આરાધના કરવી જોઈએ. પાંચમા નોરતું સ્કંદમાતાનું હોવાથી સફેદ રંગના ફૂલ અર્પણ કરવા તથા સફેદ રંગના ચણિયાચોળી પહેરીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. છઠ્ઠું નોરતું કાત્યાયની માતાનું કહેવાય છે, જેથી લાલ રંગના ચણિયાચોળી પહેરવાથી માતા પ્રસન્ન થશે.

નવરાત્રિનું સાતમું નોરતું કાલરાત્રિ એટલે કાલી માતાનું હોવાથી આ દિવસે નેવી બ્લૂ કલરના અથવા તો કાળા રંગના ચણિયાચોળી પહેરવાથી માતા તમારા પર કૃપા વરસાવશે. નવરાત્રિનું આઠમું નોરતું મહાગૌરી હોવાથી પિંક કલરના ચણિયાચોળી આ દિવસે પહેરવાથી લાભ થશે. અંતે નવરાત્રિના નવમા નોરતે સિદ્ધિદાત્રી માતાની ઉપાસના કરવામાં આવે છે, જેથી આ દિવસે મજેન્ટા કલરના ચણિયાચોળી પહેરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે.

આ રંગોના અનુસરો કરીને, તમે નવરાત્રીના દરેક દિવસનો આનંદ વધારે કરી શકો છો. આવાર નવરાત્રીને યાદગાર બનાવો અને મા અંબાના આશીર્વાદ મેળવો.

આ પણ વાંચો…સુરત: નવરાત્રીમાં ગરબા રમવા જતી દિકરીઓને પોલીસ આપ્યો ખાસ મેસેજ, ખાસ મેસેજ માતા-પિતા જરુર વાંચજો

Back to top button