દેશના તમામ રાજ્યોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને કેટલાક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે. વરસાદ બાદ આવેલા પૂરને કારણે ઘણા રાજ્યોમાં સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD એ આગામી ચારથી પાંચ દિવસ સુધી મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
मौसम की दूसरे अर्ध के लिए और अगस्त 2022 के महीने के लिए दक्षिण-पश्चिम मानसून वर्षा का पूर्वानुमान
2022 के दक्षिण-पश्चिम मानसून सीजन की दूसरी छमाही (अगस्त से सितंबर की अवधि) के दौरान पूरे देश में बारिश सामान्य (दीर्घकालिक औसत (एलपीए) का 94 से 106%) होने की संभावना है । pic.twitter.com/Wb1B3sjuxR
— India Meteorological Department (@Indiametdept) August 1, 2022
આગામી પાંચ દિવસ સુધી અહીં વરસાદ પડશે
હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસ સુધી સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર, આજે (2 ઓગસ્ટ) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સિવાય ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. આ સિવાય હવામાન વિભાગ (IMD)એ પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
કેરળમાં ભારે વરસાદ વચ્ચે સાત જિલ્લામાં રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળમાં અવિરત વરસાદ વચ્ચે સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આ સાથે ચાર જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ પણ જારી કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટના દિવસે હવામાન વિભાગે નવ જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ અને ત્રણ જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. IMD એ રાજ્યના થ્રિસુર અને મલપ્પુરમ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
લોકોને નદીઓ, જળાશયોથી દુર રહેવા આપી સલાહ
રેડ એલર્ટ હેઠળ 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે 20 સેમીથી વધુ વરસાદની શક્યતા છે, જ્યારે ઓરેન્જ એલર્ટ હેઠળ 6 થી 20 સેમી અત્યંત ભારે વરસાદ અને યલો એલર્ટ હેઠળ 6 થી 11 સેમી ભારે વરસાદની સંભાવના છે. IMDના એલર્ટ બાદ પ્રશાસને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. આ સાથે નદીઓ, જળાશયો, નાળાઓ વગેરેમાં નહાવા, કપડાં ધોવા અથવા પ્રાણીઓને નહાવા, રાત્રે જવાનું ટાળવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
દિલ્હીમાં હળવા વરસાદની શક્યતા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સવારે લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગ (IMD) એ દિવસ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે. આ પહેલા સોમવાર અને રવિવારે દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો.
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા
ભારતમાં ખાસ કરીને પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્ય ચોમાસાનો વરસાદ થશે. હવામાન કચેરીએ સોમવારે જણાવ્યું હતું કે પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં આ ચોમાસામાં ઓછો વરસાદ થયો છે. ભારતના હવામાન વિભાગ (IMD) ના નિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા વધુ છે. જે ‘લોંગ પીરિયડ એવરેજ’ (LPA) ના 94થી 106 ટકા છે.
ભારતમાં આ ચોમાસાની સિઝનમાં 1 જૂનથી 31 જુલાઈ વચ્ચે સાત ટકા વધુ વરસાદ વરસ્યો છે. પરંતુ ચોખા ઉત્પાદક રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને કેરળમાં ઓછો વરસાદ થયો હતો. મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં, સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા વધુ છે, જે એલપીએના 94 થી 106 ટકા છે.