ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

પિતાની અમૂલ્ય ભેટ: ભંગાર વેચીને મજૂરે દીકરાને આઇફોન કર્યો ગિફ્ટ

Text To Speech

મુંબઈ, 28 સપ્ટેમ્બર, મગજમાં વિશ્વભરની પરેશાની છતાં દિલમાં ફક્ત પોતાનાં બાળકોની ચિંતા એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એક બાપ છે. એવો જ એક કિસ્સો જાણવા મળ્યો છે. જેમાં ભંગારના એક વેપારીએ દીકરાને બોર્ડમાં સારા માર્કસ આવવા બદલ 1.80 લાખનો આઇફોન લઈ ગિફ્ટ કર્યો છે. મુંબઈમાં ભંગાર ભેગો કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ ગરીબ મજૂરની સફળતાના આ વીડિયોના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આકરી મહેનતથી બે ફોન ખરીદનારા આ મજૂરની સફળતા

પરિસ્થિતિ કેવી પણ હોય, જો આપણે મહેનત કરીશું તો આપણી પરેશાની દૂર થઈ શકે છે. કહેવાય છે કે ઘણા લોકો આમિર હોય છે પણ ખુશ હોતા નથી અને ઘણા લોકો ગરીબ હોવા છતાં ખુશ હોય છે આ વાત ફરી એક વાર સાબિત થઈ ગઈ છે. પ્લાસ્ટિક સહિત બીજી કેટલીય વસ્તુઓનો ભંગાર એકઠો કરી જીવન જીવતા મજૂરે પોતાના દીકરા માટે iPhone 16 અને પોતાના માટે iPhone 15 ખરીદ્યો છે. માનવામાં નહીં આવે પરંતુ આ સાચું છે. આકરી મહેનતથી બે ફોન ખરીદનારા આ મજૂરની સફળતાના લોકો વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો સર્પમિત્ર પ્રવીણ પાટીલ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. મુંબઈમાં ભંગાર ભેગો કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ ગરીબ મજૂરની સફળતાના આ વીડિયોના વાઇરલ થઈ રહ્યો છે યુજર્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ મજૂર પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ અને ભંગાર એકત્ર કરીને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા આ વ્યક્તિના પરિવારના તમામ લોકો એક જ કામ કરે છે. આ તેમની આજીવિકાનું સાધન છે. આઇફોન ખરીદતી વખતે તેણે માત્ર તેના પુત્રની જ નહીં પરંતુ તેની પોતાની ઇચ્છા પણ પૂરી કરી. હકીકતમાં જોઈએ તો તેણે કુલ 2 iPhone ખરીદ્યા છે.

આ પણ વાંચો..જય બજરંગબલી: વાંદરાના ટોળાએ 6 વર્ષની સગીરાને દુષ્કર્મથી બચાવી, લોકોએ કહ્યું ભગવાન …

Back to top button