ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં નકલી આંગડિયા પેઢી ખોલી ગઠિયાઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી

  • મેહુલભાઇએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને ગઠિયા સામે ફરિયાદ નોધાવી
  • પ્રશાંત પટેલે ફોન કરીને રૂ. 1.60 કરોડના 2100 ગ્રામ સોનાનો સોદો કર્યો
  • બે કર્મચારીઓને સીજી રોડ પરની પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપની ખાતે મોકલ્યા

અમદાવાદમાં નકલી આંગડિયા પેઢી ખોલી ગઠિયાઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. શહેરના સીજી રોડ પરના જ્વેલર્સના વેપારી પાસેથી ગઠિયાઓએ 2 દિવસ પહેલા નકલી આંગડિયા પેઢી ખોલીને સોનુ ખરીદવાની વાત કરીને તેની પાસેથી 1.60 કરોડના સોનાના બિસ્કીટ લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. રુપિયા 1.60 કરોડના સોનાના બિસ્કિટોનો સોદો નક્કી કર્યા બાદ બે વેપારી સોનુ આપવા આંગડિયા ઓફ્સિ ખાતે ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: IIM કેમ્પસમાં વિદ્યાર્થીના આપઘાતના મામલે થયો ચોંકાવનારો ખુલાસો 

પ્રશાંત પટેલે ફોન કરીને રૂ. 1.60 કરોડના 2100 ગ્રામ સોનાનો સોદો કર્યો

બે શખ્સોએ પોતે સોનાનો સોદો કરવા આવ્યાનું કહીને રૂ.1.30 કરોડની ખોટી નોટોના બંડલો આપી બાકીના રૂ.30 લાખ હમણા આપી જવુ છું કહીને ફરાર થઈ ગયા હતા. કર્મચારીઓએ અજબ રીતે કરાયેલી છેતરપીંડીની જાણ માલિક વેપારીને કરતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને ગઠિયા સામે ફરિયાદ નોધાવી છે. પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા મેહુલ ઠક્કર માણેકચોકમાં મેહુલ બુલિયન નામની દુકાન ધરાવે છે. ગત 24 સપ્ટેમ્બરે સીજી રોડ પરના લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલે ફોન કરીને રૂ. 1.60 કરોડના 2100 ગ્રામ સોનાનો સોદો કર્યો હતો. બાદમાં બીજા દિવસે બપોરે આંગડિયા પેઢી ખાતે જ પાર્ટીને સોનું ડિલિવરી કરી આપવાની વાત કરી હતી. જેથી મેહુલભાઇએ 2100 ગ્રામના સોનાના બિસ્કિટ ડિલિવરી કરવા માટે બે કર્મચારીઓને સીજી રોડ પરની પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપની ખાતે મોકલ્યા હતા. ત્યાં પહોંચેલા બે કર્મીઓને સરદારના વેશમાં રહેલો અને અન્ય એક શખ્સ મળ્યા હતા. આ બંને શખ્સોએ સોનું લેનાર પાર્ટી હોવાની ઓળખ આપી હતી.

મેહુલભાઇએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને ગઠિયા સામે ફરિયાદ નોધાવી

આ બંને શખ્સોએ આંગડિયા પેઢીમાંથી 500ની નોટોના 26 બંડલો પારદર્શક પ્લાસિટકમાં લપેટેલા હતા તે 1.30 કરોડ આપીને ગોલ્ડની ડિલિવરી મેળવી હતી. બાદમાં સરદારના વેશમાં આવેલો શખ્સ બાકીના 30 લાખ બાજુની ઓફ્સિમાંથી લઇ આવવાનું કહીને ફરાર થઇ ગયો હતો. જ્યારે કર્મીઓએ બંડલો ખોલતા જ નકલી નોટો નીકળી હતી. જેથી શેઠને જાણ કરતા બંને વેપારીઓ ત્યાં પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ અંગે મેહુલભાઇએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને ગઠિયા સામે ફરિયાદ નોધાવી છે.

Back to top button