અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં દિલ્હી CBIએ પાડી રેડ: 35 ગેરકાયદે કોલ સેન્ટરો પર ટીમો દ્વારા તપાસ

અમદાવાદ, 27 સપ્ટેમ્બર, અમદાવાદમાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને ચૂનો લગાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે.  કોલ સેન્ટરની આડમાં અહીં એવા ગોરખધંધા થતાં હતા જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે 35 જેટલાં કોલ સેન્ટર પર દિલ્હી CBIની ટીમે દરોડા પાડ્યા છે. ગઈકાલે મોડી રાતથી આ દરોડા ચાલી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાંક કોલ સેન્ટર હોવાની પણ વાત સામે આવી રહી છે. એટલું જ નહીં આ કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર CBIના 350થી વધુ લોકો ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી.

ગુજરાતમાં સતત ફાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.  વિદેશી નાગરિકોને ફસાવીને તેમના રૂપિયા પડાવતી આખી સિસ્ટમ કોલ સેન્ટરના નામે ચાલતી હોય છે અને તેમાં અનેક લોકોના રૂપિયા પડાવી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. અગાઉ એફબીઆઈએ આ સંદર્ભે રેડ કરી હતી. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઇની 350 લોકોની ટીમ 35 જગ્યાએ દરોડા પાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેના લીધે સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.

વિદેશી નાગરિકોને છેતરવાની આ વિગતો CBIને જાણવા મળી હતી. જે આધારે તેમણે રેડ કરી છે. હજી રેડમાં શું નીકળ્યું છે તે જાણવા મળ્યું નથી. પરંતુ આ શંકાને આધારે ખૂબ મોટી રેડ અમદાવાદમાં ચાલી રહી છે. ત્યારબાદ હજી પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. ગાંધીનગરના પોલીસ અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ જરૂર પડે CBIની ટીમ સંપર્ક કરશે તો તેમની મદદ પણ લેશે તેવું જણાવી રહ્યા છે.

અમેરિકન નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો અગાઉ પણ અનેક વખત પર્દાફાશ થયો હતો. જેમાં મોટા કોલ સેન્ટરના માફિયાઓ અબજો રૂપિયા ઘરભેગા કરી દીધા છે. અહીં કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટા રૂપિયા આપવાની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવડાવે છે અને તેમાં લોકોને ફસાવીને આખી સિસ્ટમમાં ડોલર ભેગા કરી લેતા હોય છે.

આ પણ વાંચો.. વડોદરા: વાડી સ્વામીનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી સામે પોલીસે વોરંટ મેળવ્યું

Back to top button