ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ગઠિયાએ રૂ.5.91 લાખની છેતરપિંડી કરી

Text To Speech
  • અન્ય લોકો સાથે પણ આ જ મોડેસ ઓપરડેન્સીથી રૂપિયા પડાવ્યા હોવાની શંકા વ્યક્ત કરાઇ
  • મકાન ફાળવતા રૂપિયાની માંગણી કરતા ચેક આપ્યા હતા પરંતુ બેન્કમાં ભરતા રિર્ટન થયા
  • પુનીતભાઇએ હિરેન સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે

અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ગઠિયાએ રૂ.5.91 લાખની છેતરપિંડી કરી છે. જેમાં ઘાટલોડિયામાં ગઠિયાએ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાનું કહીને એકાઉન્ટન્ટ પાસેથી રૂ. 5.91 લાખ પડાવી લીધા હતા. મકાન ફાળવતા રૂપિયાની માંગણી કરતા ચેક આપ્યા હતા પરંતુ બેન્કમાં ભરતા રિર્ટન થયા હતા. તેમજ ખોટા લેટર પણ આપ્યા હતા. આ અંગે એકાઉન્ટન્ટે શખ્સ સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે જાણો કયા છે ભારે વરસાદની આગાહી

તમને મકાન અપાવવા માટે જરૂરી રૂપિયા કોડથી સ્કેન કરી મોકલજો

શાહપુરમાં રહેતા પુનીત પંચાલ કોબામાં આવેલ ખાનગી સ્કુલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત માર્ચ 2018માં સંબંધી મારફતે તેમોન પરિચય હિરેન વ્યાસ સાથે થયો હતો. તેણે પુનીતભાઇને જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસીંગ બોર્ડ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં તેમની ઓળખાણ છે. જેથી મકાનની ફળવણી કરાવી આપશે. તેણે પોતાની ઓળખાણ એજન્ટ તરીકે આપીને અનેક લોકોને મકાન અપાવ્યાનો દાવો કર્યો હતો. જેથી પુનીતભાઇને વિશ્વાસ આવ્યો હતો અને તેણે ગુજરાત હાઉસીંગ બોર્ડના નામનો ક્યુઆર કોડ પેમેન્ટ માટે આપીને કહ્યું હતું કે તમને મકાન અપાવવા માટે જરૂરી રૂપિયા કોડથી સ્કેન કરી મોકલજો.

અન્ય લોકો સાથે પણ આ જ મોડેસ ઓપરડેન્સીથી રૂપિયા પડાવ્યા હોવાની શંકા વ્યક્ત કરાઇ

ત્યારબાદ મકાન માટેની કામગીરી ચાલુ કરી હોવાનું કહીને હિરેને વર્ષ 2018થી 2022 સુધી પુનીતભાઇ પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ.5.91 લાખ લીધા હતા. જે બાદ પહોચ માંગતા કોઇ પહોચ આવે નહિ તેમ જણાવ્યુ હતુ. તેમજ ખોટા ડોક્યુમેન્ટ પણ બતાવીને પરત લીધા હતા. ત્યારબાદ પુનીતભાઇને શંકા જતા તેમણે નાણા પરત માંગતા હિરેને તેમને ચેક આપ્યો હતો. જે રિટર્ન થયો હતો. જેથી કંટાળીને પુનીતભાઇએ હિરેન સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય લોકો સાથે પણ આ જ મોડેસ ઓપરડેન્સીથી રૂપિયા પડાવ્યા હોવાની શંકા વ્યક્ત કરાઇ છે.

Back to top button