ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ભારત સરકારે રોજગારી માટે Amazon સાથે MoU કર્યા, 2025 સુધીમાં 20 લાખ નોકરીની તકો ઉભી કરાશે

Text To Speech

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ.મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં નોકરીઓનું સર્જન કરવા માટે શ્રમ મંત્રાલય અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, શ્રમ મંત્રાલય અને એમેઝોન વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. શ્રમ મંત્રાલયનું નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. 33 લાખથી વધુ સંસ્થાઓ, એટલે કે નોકરી આપતી સંસ્થાઓ એક જ પ્લેટફોર્મ પર જોડાયેલી છે અને કરોડો લોકો જે નોકરી જોઈએ છે કે નોકરીની જરૂરિયાત પણ તેની સાથે જોડાયેલી છે.

એમેઝોને જાહેરમાં કહ્યું છે કે 2025ના અંત સુધીમાં અમે ભારતમાં 20 લાખ નોકરીઓનું સર્જન કરીશું. આ એમઓયુ મહત્વપૂર્ણ છે કારણ કે એમેઝોન એક વૈશ્વિક ટેક્નોલોજી પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ દ્વારા, ઘણા પ્રકારના આઈટી ક્ષેત્ર, ઈ-કોમર્સ અને ઈવેન્ટ મેનેજમેન્ટ, કૌશલ્ય, માનવશક્તિ અને અન્ય જેવા ઘણા ક્ષેત્રોમાં નોકરીઓ ઉપલબ્ધ છે, એમ માંડવીયાએ જણાવ્યું હતું.

Back to top button