ટામેટાના પાકમાં થાય છે જીવાત? તો જાણી લો તેનું નિયંત્રણ, કૃષિ નિષ્ણાતની સલાહ
HD ન્યૂઝ ડેસ્ક, 26 સપ્ટેમ્બર, ટામેટા ગુજરાતના ખેડુતો માટે શાકભાજીમાં એક મહત્વનો પાક છે જે સામાન્ય રીતે ચોમાસુ, શિયાળા અને ઉનાળા એમ ત્રણે રૂતુમાં ઉગડવામાં આવે છે. પરંતુ ટામેટાના પાકમાં કીટકો અને જીવાતનો ઉપદ્રવ રહે છે. તેમજ સુકારો અને ઇયળ પણ જોવા મળે છે. ત્યારે કૃષિ નિષ્ણાતે ખેડૂતોને નિયંત્રણ અંગે સલાહ આપી છે. ટામેટામાં ચૂસિયા જીવાતો અને ઈયળનું સંકલીત નિયંત્રણ કરવામાં આવે તો આ જીવાતોથી બચી શકાય છે. ટામેટામાં નુકસાન કરતી ઇયળમાં લીલી ઇયળ અને ચૂસિયા જીવાતો મુખ્ય છે. ટામેટાના પાકમાં હાલ બદલતા વાતાવરણ ને કારણે જીવાણુંથી થતા પાનનાં ટપકાંના રોગની સમસ્યા જોવા મળી રહી છે.
ગુજરાતના ખેડૂતો માટે શાકભાજી એક મહત્વનો પાક છે જે સામાન્ય રીતે ચોમાસુ, શિયાળો અને ઉનાળો એમ ત્રણે ઋતુમાં ઉગાડવામાં આવે છે. ટામેટા દરેક ઘરમાં અને મોટાભાગનાં શાકમાં વાપરવામાં આવે છે જેથી બારેમાસ ટામેટાની માંગ રહે છે. પરંતુ પાક હોય ત્યાં રોગ પહોંચી જ જાય છે. ટામેટાનું વાવેતર કરીને બેઠાલા ખેડૂતો હાલ ચિંતાતૂર જોવા મળી રહ્યા છે. કારણ કે , ટામેટાના વાવેતરમાં ખાસ કરીને કીટકો વધારે લાગતા હોય છે. એમાં પણ વરસાદના કારણે રોગનું ઉપદ્રવ વધી જતું હોય છે. અત્યારે ટામેટાના ભાવ રિટેલમાં 60 રૂપિયા જેટલા પ્રતિ કિલો ચાલી રહ્યા છે. પરંતુ જો ઉત્પાદનમાં કીટકના લીધે ઘટાડો થાય તો એકંદરે ખેડૂતને નુકસાની જઈ શકે છે. આજે આપણે કૃષિ વૈજ્ઞાનિક પાસેથી જાણીશું કે ટામેટામાં કીટકોનો ઉપદ્રવ વધે તો શું કરવું જોઈએ.
ક્યાં થાય છે આ વાવેતર ?
મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં તેમજ વિવિધ તાલુકામાં ટામેટાનું વાવેતર ખાસ કરીને થતું હોય છે. મહેસાણાના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીના પાકો વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવે છે જેમાં કડી, વિજાપુર અને જોટાણા જેવા તાલુકામાં મરચાં તેમજ ટામેટાની ખેતી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે.અત્યારે ટામેટામાં રોગોનું પ્રમાણ વધેલું જોવા મળેલું છે જેમાં ખાસ કરીને હાલ ઈયળ અને ટામેટામાં જોવા મળતો સુકારો, એના વિશે કૃષિ વૈજ્ઞાનિક પાસેથી જાણીશું. કૃષિ વૈજ્ઞાનિકે જણાવે છે કે ટામેટીના વાવેતરમાં લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે 40 પ્રમાણે ગોઠવવા જોઈએ અને લ્યૂર દર 21 દિવસે બદલવી જોઈએ. ટામેટાના પાક્ને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે.
જો તમે પણ ટામેટાની ખેતી કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક એવી વેરાયટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર ન તો રોગ આવે છે અને ન તો જીવાતોનો હુમલો
પાકમાં કિવનાલફોસ 25 EC 30 મિલી અથવા ઈન્ડોક્ઝાકાર્બ 14.8% EC 15 મિલી અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5% SC 6 મિલી અથવા ફ્લૂબેન્ડીયામાઇડ 480% SC 6 મિલી અથવા લેમડાસાયહેલોથ્રીન 5% EC 8 મિલી અથવા નોવાલ્યૂરોન 10% EC 15 મિલીનો છંટકાવ કરવો જોઈએ. સાયાન્ટ્રાનીલીપ્રોલ 10.26% OD 12 મિલી અથવા નોવાલ્યૂરોન 5.25% + ઇન્ડોક્ષાકાર્બ 4.5% SC 30 મિલી અથવા થાયામેથોકઝામ 12.6% + લેમડાસાયહેલોથ્રીન 9.5% ZC 6 મિલી 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો જોઈએ. જેથી રોગની માત્રામાં ઘટાડો કરી શકાય છે. મોટાભાગના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ખાસ કરીને ટામેટા, મરચાંના વાવેતરમાં સુકારાની સમસ્યા જોવા મળી રહી છે. તેમાં ખાસ કરીને ટામેટામાં સુકારાની સમસ્યાને દૂર કરવા માટે કૃષિ વૈજ્ઞાનિક જણાવે છે કે, મેન્કોઝેબ 75 WP 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ 75 WP 45 ગ્રામ અથવા અઝોક્સિસ્ટ્રોબીન 23 SC 15 મિ.લીનો છંટકાવ કરવો જોઈએ.
આ પણ વાંચો…બદલાતી સીઝનમાં શરદી-ખાંસીથી બચો, આ ઘરેલુ ઉપાયોથી સ્વસ્થ રહો