ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

ડીસામાં પેથોલોજી લેબોરેટરીમાં બેટરી બ્લાસ્ટ થતા લાગી આગ

Text To Speech

બનાસકાંઠા. 26 સપ્ટેમ્બર, રાજ્યમાં આગની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ત્યારે વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. ડીસામાં હિંગળાજ મંદિરની સામે આવેલી રીલીફ પેથોલોજી લેબોરેટરીમાં બેટરી બ્લાસ્ટ થતાં લાગી આગ લાગી છે. લેબોરેટરીમાં ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની બેટરી મૂકી હતી જે અચાનક બ્લાસ્ટ થઈ હતી. આગ લાગતા લેબોરેટરીમાં નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

ડીસા હાઈવે પર હિંગળાજ માતાના મંદિરની સામે આવેલ ડોક્ટર અંકિત કેલાની હોસ્પિટલ નીચે આવેલી રીલીફ પેથોલોજી લેબોરેટરીમાં અચાનક આગ લાગી હતી. લેબોરેટરીમાં ચાર્જિંગમાં મૂકવામાં આવેલી ઇલેક્ટ્રિકલ ટુ-વ્હીલર ની બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સર્જાતા અંદર રહેલા સ્ટાફના એક વ્યક્તિએ ગુમાબૂમ કરતા તેને ઇમર્જન્સી વિન્ડોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે બ્લાસ્ટના કારણે આગ લાગતા લેબોરેટરીને મોટું નુકસાન થયું હતું. સવારનો સમય હોવાથી દર્દીઓની સંખ્યા નહીવત હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

આ અંગે લેબોરેટરી સંચાલક ચંદુસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અંદર ચાર્જિંગમાં મૂકવામાં આવેલી ઇલેક્ટ્રિકલ વ્હીકલની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી બેટરી ખામીયુક્ત હોવાની અગાઉ પણ કંપનીને જાણ કરી હતી. અચાનક એક બાદ એક ધડાકા થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ પણ વાંચો….સુરત: કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી, કામદારો ગંભીર રીતે દાઝ્યા

Back to top button