ટ્રેન્ડિંગમનોરંજન

ભાઈને બચાવવા એક્શન મોડમાં આલિયા, જિગરાનું જબરજસ્ત ટ્રેલર રીલીઝ

Text To Speech
  • આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના સ્ટારર જિગરાનું ટ્રેલર ગુરુવારે રીલીઝ થયું છે, જેમાં અભિનેત્રીનો આક્રમક અને ઈંટેસ અવતાર જોઈ શકાય છે

HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડની ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ જીગરાનું પ્રમોશન કરી રહી છે. આ એક્શન-ડ્રામા ફિલ્મમાં તે પહેલીવાર અલગ રોલમાં જોવા મળશે. આ મચ અવેઈટેડ ફિલ્મના ટીઝર અને ફર્સ્ટ લુક પહેલાથી જ ખૂબ જ ધૂમ મચાવી ચૂક્યા છે. હવે ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે, જેના કારણે ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.

જીગરાના ટ્રેલરે ધૂમ મચાવી

આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના સ્ટારર જિગરાનું ટ્રેલર ગુરુવારે રીલીઝ થયું છે, જેમાં અભિનેત્રીનો આક્રમક અને ઈંટેસ અવતાર જોઈ શકાય છે. વાર્તા ભાઈ-બહેનના સંબંધો વિશે છે ,જેમાં સત્યાની ભૂમિકા ભજવતી આલિયા તેના ભાઈ વેદાંગ એટલે કે અંકુરને લઈને પ્રોટેક્ટિવ મોડમાં છે. ટ્રેલર પરથી એવી ઝલક મળી રહી છે કે તે વિદેશની જેલમાં બંધ તેના ભાઈને બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

ટ્રેલરમાં વેદાંગ વિદેશી જેલમાં બંધ છે જ્યાં સ્થાનિક પોલીસ દ્વારા તેને ટોર્ચર કરવામાં આવે છે. કોર્ટે તેને ત્રણ મહિનાની અંદર વીજ કરંટથી મોતની સજા સંભળાવી છે. જ્યારે બહેનને આ વિશે ખબર પડે છે, ત્યારે તે ભાઈને બચાવવા માટે સંઘર્ષ શરૂ કરે છે. ટ્રેલર ખૂબ જ ઈંટેશ અને એક્શન-ડ્રામાથી ભરપૂર છે.

ક્યારે રીલીઝ થશે ફિલ્મ?

આલિયા ભટ્ટ, વેદાંગ, કરણ જોહર સહિત ફિલ્મની ટીમે તેમના ઇન્સ્ટાગ્રામ પર જીગરાનું ટ્રેલર શેર કર્યું છે . આ ફિલ્મનું નિર્દેશન વાસન બાલાએ કર્યું છે. આલિયા ભટ્ટનું પ્રોડક્શન હાઉસ એટરનલ સનશાઈન પ્રોડક્શન અને કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન સંયુક્ત રીતે તેનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મ 11 ઓક્ટોબર 2024ના રોજ થિયેટરમાં રીલીઝ થશે.

આ પણ વાંચોઃ આઠમી અજાયબીથી ઓછી નથી, અહીં તૈયાર થઈ રહી છે દુનિયાની પહેલી 3D પ્રિન્ટેડ હોટેલ, ભાડું છે માત્ર.. 

Back to top button