ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

100 કરોડની માનહાનિના કેસમાં સંજય રાઉત દોષી જાહેર! જેલની સજા અને દંડ ફટકાર્યો

Text To Speech
  • સંજય રાઉતને 15 દિવસની જેલની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો  

મુંબઈ, 26 સપ્ટેમ્બર: શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતને ભાજપના નેતાની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાના પત્ની ડૉ. મેધાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આજે ગુરુવારે મઝગાંવ કોર્ટે સંજય રાઉતને માનહાનિના દાવામાં દોષી ઠેરવ્યા છે.

 

શું છે સમગ્ર મામલો?

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે, સોમૈયા દંપતી શૌચાલય બનાવવા માટેના ભંડોળનો દુરુપયોગ કરીને 100 કરોડ રૂપિયાના કૌભાંડમાં સામેલ હતા. આ પછી ડૉ. મેધા કિરીટ સોમૈયાએ સંજય રાઉતને માફી માંગવા કહ્યું હતું અને આવું ન કરતાં તેમણે 100 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

 

સંજય રાઉત પર કઈ કલમ લાગી?

માનહાનિના આ કેસમાં સંજય રાઉતને દોષી ઠેરવવામાં આવ્યા છે. , મઝગાંવની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 25મી અદાલતે ડૉ. મેધા કિરીટ સોમૈયાની ફરિયાદ પર સુનાવણી કર્યા બાદ આ ચુકાદો આપ્યો છે. કોર્ટે સંજય રાઉતને 15 દિવસની જેલ અને 25 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. સંજય રાઉતને IPC કલમ 500 હેઠળ સજા સંભળાવવામાં આવી છે.

આ પણ જૂઓ: ‘વિધવાને મેક-અપની શું જરૂર’ પટના HCની ટિપ્પણી સાંભળીને SC સ્તબ્ધ, લગાવી ફટકાર

Back to top button