‘ગરવી ગુજરાત’ ભારત ગૌરવ ટ્રેન થશે શરૂઃ દેશભરના પ્રવાસીઓ આવશે ગુજરાત
અમદાવાદ, 26, સપ્ટેમ્બર, દેશવાસીઓને ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની ઝલક આપવા અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)દ્વારા દેશમાં સમયાંતરે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. આ કેટેગરીમાં “ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન IRCTC ચલાવશે. ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીથી લીલી ઝંડી બતાવી રવાના કરાશે.
ઇન્ડિયન રેલવે એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન ‘જુઓ પોતાનો દેશ’ હેઠળ પૂર્વોત્તર રાજ્યોની મુસાફરી કરવા માટે એક ખાસ ટ્રેન (Special Train)ની શરુઆત કરવા જઇ રહી છે. “ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનની આખી સફર 10 દિવસની છે. આ સમય દરમિયાન પ્રવાસીઓ આ ટ્રેન દ્વારા સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને મહાકાલી મંદિર જેવા પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકશે. આ ઉપરાંત તે પ્રવાસીઓને ઐતિહાસિક કીર્તિ તોરણ (વડનગર), મોઢેરા સૂર્ય મંદિર, રાની કી વાવ અને દીવ કિલ્લા જેવા હેરિટેજ સ્થળો પર પણ લઈ જશે. દેશભરના 24 રાજ્યોમાં 180 થી વધુ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનો ચલાવવામાં આવી છે.
અત્યાધુનિક મુસાફરોની સુવિધાઓથી સજ્જ
“ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ઘણી બધી અત્યાધુનિક મુસાફરોની સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેનમાં મુસાફરો માટે બે ડાઇનિંગ રેસ્ટોરન્ટ અને આધુનિક રસોડું છે. તેના કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વૉશરૂમ ફંક્શન અને ફૂટ મસાજર પણ છે. આ સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી સુવિધાઓ ઉપલબ્ધ છે. ટ્રેનના દરેક કોચમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને સુરક્ષા ગાર્ડની પણ જોગવાઈ છે. આ ટ્રેનની ક્ષમતા 150 મુસાફરોની છે. પ્રવાસીઓ દિલ્હી સફદરજંગ, ગુડગાંવ, રેવાડી, રિંગાસ, ફુલેરા, અજમેર રેલવે સ્ટેશનો પર આ પ્રવાસી ટ્રેનમાં ચઢી અને ઉતરી શકે છે.
ગુજરાતના આધ્યાત્મિક અને હેરિટેજ સ્થળો
“ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનનું આ પેકેજ 10 દિવસનું રહેશે. આ સમય દરમિયાન પ્રવાસીઓ આ ટ્રેન દ્વારા સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને પાવાગઢના મહાકાલી મંદિર જેવા પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઇ શકશે. આ ઉપરાંત તે પ્રવાસીઓને ઐતિહાસિક કીર્તિ તોરણ (વડનગર), મોઢેરા સૂર્ય મંદિર, રાની કી વાવ અને દીવ કિલ્લા જેવા હેરિટેજ સ્થળો પર પણ લઈ જશે. દિલ્હીથી રવાના થયા પછી, આ ટ્રેનનું પ્રથમ સ્ટોપ અમદાવાદ હશે, જ્યાં પ્રવાસીઓ 2જી ઓક્ટોબરે ગાંધી જયંતીના અવસરે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ શકશે અને અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ શકશે. ત્યાર બાદ ટ્રેનનું આગલું મુકામ વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર, રાની કી વાવ અને મોઢેરા-પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ હશે. આ પછી આ ટ્રેન ગુજરાતના વડનગર પહોંચશે, જ્યાં પ્રવાસીઓ હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જેવા પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકશે અને પ્રખ્યાત વડનગર રેલવે સ્ટેશન પણ જોઈ શકશે. વડનગર બાદ ટ્રેનનું આગામી સ્થળ વડોદરા રહેશે. વડોદરાથી એક દિવસની સફર દરમિયાન પ્રવાસીઓ મહાકાળી મંદિર (શક્તિપીઠ) અને પાવાગઢ હિલ્સમાં આવેલા ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક (યુનેસ્કો)ની મુલાકાત લેશે. આ પછી ટ્રેન કેવડિયા રેલવે સ્ટેશન જશે. કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસીઓને લેસર શો પણ બતાવવામાં આવશે. કેવડિયા બાદ ટ્રેનનું આગામી સ્થળ સોમનાથ રહેશે. ટ્રેન વેરાવળ રેલ્વે સ્ટેશન પહોંચશે અને પ્રવાસીઓ સોમનાથ મંદિર અને સોમનાથ બીચની મુલાકાત લેશે. ટ્રેનનું આગામી સ્ટોપેજ દીવ હશે, જ્યાં પ્રવાસીઓ દીવ કિલ્લો, આઈએનએસ કુકરી અને દરિયાકિનારાની મુલાકાત લેશે. ટ્રેનનું છેલ્લું સ્ટેશન દ્વારકા છે, અહીં મુસાફરો દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકાના દર્શન કરી શકશે. મુસાફરીના 10મા દિવસે ટ્રેન દિલ્હી પરત ફરશે. આ સમગ્ર પ્રવાસમાં પ્રવાસીઓ અંદાજે 3,500 કિલોમીટરની મુસાફરી કરશે.
આ પણ વાંચો…ગુજરાત: ઓખાથી ભાવનગર જતી ટ્રેનને ઊથલાવવાના પ્રયાસથી દોડધામ