ગુજરાતટ્રેન્ડિંગ

વલસાડ: જીવદયા સંસ્થાના હોદ્દેદારને માર મારવાના કેસમાં PI મોરી સામે હાઇકોર્ટ આકરા પાણીએ

  • કેટલીક વિગતો બ્લેન્ક અને અધૂરી હોવાને લઇ હાઇકોર્ટે ટીકા કરી હતી
  • પોલીસ વિરૂધ્ધની ફરિયાદોના કેસમાં સુપ્રીમના હુકમોનું પાલન કરો
  • ચુકાદાઓ-માર્ગદર્શિકા નાગરિકો માટે અને ફોજદારી ન્યાય માટે બહુ અગત્યના

વલસાડ જીવદયા સંસ્થાના સિનિયર સીટીઝન ઉપપ્રમુખને પોલીસ સ્ટેશનમાં પોતાની કેબીનમાં બોલાવી ઢોર માર મારી કાનમાં બહેરાશ આવી ગઇ તેટલી હદે માર મારી લોહીલુહાણ કરી નાખવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે પીઆઇ વી.ડી.મોરી વિરૂધ્ધ પીડિત જીવદયા સંસ્થાના ઉપપ્રમુખે આપેલી ફરિયાદ પરત્વે ગુજરાત પોલીસ એકટની કલમ-32 એચ અને 32આઇ હેઠળ પગલાં ભરવા ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટીને મહત્ત્વનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ માણાવદર માર્કેટ યાર્ડના ચેરમેને પદ છોડ્યું 

ચુકાદાઓ-માર્ગદર્શિકા નાગરિકો માટે અને ફોજદારી ન્યાય માટે બહુ અગત્યના

હાઈકોર્ટએ ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સત્તાના સરેઆમ દૂરપયોગ અને પોલીસ વિરૂધ્ધ દિન પ્રતિદિન વધી રહેલી ફરિયાદો સહિતના મામલે ખુદ સુપ્રીમકોર્ટે અગત્યના ચુકાદા અને માર્ગદર્શિકા જારી કર્યા છે અને આ ચુકાદાઓ-માર્ગદર્શિકા નાગરિકો માટે અને ફોજદારી ન્યાય માટે બહુ અગત્યના છે, પરંતુ આ ચુકાદાઓના લાંબા સમય પછી પણ તે તંત્રના બહેરા કાને અથડાય છે પરંતુ પરિસ્થિતમાં કોઇ નોંધપાત્ર સુધાર જોવા મળતો નથી.

પોલીસ વિરૂધ્ધની ફરિયાદોના કેસમાં સુપ્રીમના હુકમોનું પાલન કરો

રાજયભરમાં ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી અને ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી પણ સરખી રીતે ફરજ કે જવાબદારી નહી નિભાવતી હોવાનું હાઇકોર્ટના ધ્યાન પર આવતાં જસ્ટિસ હસમુખ ડી.સુથારે રાજય સરકારને બહુ અગત્યનો આદેશ કર્યો હતો કે, ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી અને ડિસ્ટ્રીક્ટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી સાચા અને ખરા અર્થમાં યોગ્ય અને અસરકારક રીતે કામ કરે તે માટેના પગલાં લો. પોલીસ દ્વારા સત્તાના દૂરપયોગ, પોલીસ અત્યાચાર અને પોલીસ વિરૂધ્ધની ફરિયાદોના કેસમાં સુપ્રીમના હુકમોનું પાલન કરો.

રિપોર્ટમાં અનેક વિગતો અધૂરી હોવા અંગે હાઈકોર્ટની ટીકા

હાઇકોર્ટે ગુજરાત પોલીસ એકટની કલમ- 32 એચ અને 32 આઇની જોગવાઇના પાલન માટે શું પગલાં લેવાયા તેને લઇને રાજય સરકારનો ખુલાસો માંગ્યો હતો. જેના જવાબમાં સરકારપક્ષે રિપોર્ટ રજૂ કરી જણાવ્યું હતું કે, તા.17-1-2023ના જાહેરનામાથી જિલ્લા પોલીસ વડાના ચેરમેનપદે પાંચ સભ્યોની ડિસ્ટ્રીકટ પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરીટી રચાઇ ગઇ છે. પરંતુ કેટલીક વિગતો બ્લેન્ક અને અધૂરી હોવાને લઇ હાઇકોર્ટે ટીકા કરી હતી.

Back to top button