શું તમે પાણીપૂરીના છો શોખીન? તો જાણો પાણીપૂરીના આ અનોખા નામ 

મોટાભાગના ભારતીયો હૈયાં અને પેટમાં પાણીપૂરી આગવું સ્થાન ધરાવે છે.

 ઉત્તર ભારતમાં પાણીપુરીને કહેવામાં આવે છે ગોલ ગપ્પા 

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને નેપાળના કેટલાક ભાગોમાં પાણીપુરીના નામથી ઓળખાય છે  

પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ઝારખંડમાં તેને પુચકા તરીકે ઓળખાય છે  

ગુજરાતના કેટલાક ભાગોમાં તેને પકોડી કહેવાય છે 

હરિયાણાના અમુક વિસ્તારમાં પાણીપુરીને પાણીના પતાશા કહેવામાં આવે છે

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારમાં તે પતાશી તરીકે પણ ઓળખાય છે  

ઓડીશા, ઝારખંડ, છત્તીસગઢ, હૈદરાબાદ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં ગુપ ચુપ તરીકે ઓળખાય છે  

ઉત્તરપ્રદેશ અને નેપાળના અમુક હિસ્સામાં પાણીપુરીને ફુલ્કી પણ કહેવાય છે 

મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં પાણીપુરીને ટિક્કી કહેવામાં આવે છે

યુપીના અલીગઢમાં ગોલ ગપ્પાને પડાકા નામથી પણ ઓળખવામાં આવે છે