અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદ પોલીસનું સફળ ઑપરેશનઃ મધ્યપ્રદેશમાંથી લવાતાં શસ્ત્રો સાથે ત્રણ ઝડપાયા

Text To Speech

અમદાવાદ, 25 સપ્ટેમ્બર, 2024: અમદાવાદ પોલીસે ગેરકાયદે શસ્ત્રો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ વધુ આરોપીઓ ઝડપાઈ શકે છે.

આ અંગે માહિતી આપતા જેપીસી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદના શરદ સિંઘલે જણાવ્યું કે, મધ્યપ્રદેશ પોલીસ તરફથી અમદાવાદ પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો મધ્યપ્રદેશમાંથી ગેરકાયદે શસ્ત્રો સાથે ગુજરાત તરફ આવી રહ્યા છે. આ માહિતીને આધારે અમદાવાદ પોલીસે વૉચ રાખી હતી અને ત્રણ અલગ અલગ કેસમાં ત્રણ જણને ઝડપી પાડીને તેમની પાસેથી શસ્ત્રો અને કારતૂસો સહિત સામગ્રી કબજે લેવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, પ્રથમ કેસમાં કિશોર ઉર્ફે કેકે કાંતિલાલ ઈન્દુજી પંચાલ અને વિક્રમ કુમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની તલાશી લેવામાં આવતા તેમની પાસેથી 6 હથિયાર, 24 કારતૂસ, બે મોબાઈલ મળી આવ્યા હતા. જ્યારે બીજા કેસમાં એક પિસ્તોલ, 12 કારતૂસ, એક મોબાઈલ ફોન સહિત ગેરકાયદે સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, જે લોકો છ હથિયાર સાથે ઝડપાયા છે તે રાજ્યના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે, જ્યારે બીજો આરોપી મહેસાણાનો છે. આ કેસમાં અન્ય એક આરોપી અમદાવાદના સરખેજ વિસ્તારનો છે તેમ પોલીસે જણાવ્યું હતું. સરખેજના આ આરોપી પાસેથી એક હથિયાર અને ત્રણ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.

શરદ સિંઘલે માહિતી આપી કે, આ તમામ લોકો મધ્યપ્રદેશના માનસિંગ ચિખલીકર પાસેથી ગેરકાયદે હથિયાર લાવ્યા હતા. માનસિંગ ચિખલીકર ધાર જિલ્લાનો રહેવાસી છે. તેમણે વધુ માહિતી આપી કે, અમદાવાદ પોલીસની ટીમ મધ્યપ્રદેશ જવા રવાના થઈ ગઈ છે અને અમારી ટીમ ત્યાંની પોલીસના સંપર્કમાં છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમની તપાસ ચાલુ છે અને હજુ બીજાં શસ્ત્રો પકડાઈ શકે છે તેવો વિશ્વાસ છે.

જૂઓ પોલીસ અધિકારીએ શું કહ્યું?

આ પણ વાંચોઃ ગુજરાતઃ ‘ગીર રક્ષિત વિસ્તાર’ ૧.૮૪ લાખ હેક્ટર ક્ષેત્ર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત

Back to top button