ટ્રેન્ડિંગમનોરંજન

લગ્નના 8 વર્ષ બાદ ઊર્મિલા માતોંડકર લેશે મોહસિન અખ્તર મીર સાથે ડિવોર્સ

Text To Speech
  • ઊર્મિલા માંતોડકર આઠ વર્ષ પહેલા પોતાના કરતા 10 વર્ષ નાના કાશ્મીરી મોડલ સાથે પરણી હતી, જોકે તેઓ જાહેરમાં પણ માંડ દેખાયા હશે, હવે તેણે ડિવોર્સનો નિર્ણય લીધો છે

25 સપ્ટેમ્બર, મુંબઈઃ બોલિવૂડની ટોચની અભિનેત્રી ઊર્મિલા માતોંડકર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીએ લગ્નના 8 વર્ષ બાદ પતિ મોહસીન અખ્તર મીરથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેણે કોર્ટમાં અરજી પણ કરી છે. જોકે, છૂટાછેડાનું સાચું કારણ શું છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

ઊર્મિલા માતોંડકરે ખૂબ વિચાર અને સમજણ બાદ મોહસીન સાથેના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ છૂટાછેડા બંનેની પરસ્પર સહમતિથી નથી થઈ રહ્યા. અલગ થયા પછી, ઊર્મિલા તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ફિલ્મોમાં પાછી ફરવા માંગે છે.

લગ્નના 8 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે ઊર્મિલા-મોહસીન!

ઊર્મિલા અને મોહસીનના આંતર-ધર્મ લગ્નને લઈને જે તે સમયે ઘણી ચર્ચાઓ થઈ હતી. બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત પણ હતો. જેના કારણે તેની મજાક પણ ઉડાવવામાં આવી હતી. ઊર્મિલા અને મોહસીન છેલ્લા 8 વર્ષથી સાથે રહેતા હતા, પરંતુ બંને ભાગ્યે જ જાહેરમાં જોવા મળતા હતા. આવી સ્થિતિમાં, હવે એવું લાગી રહ્યું છે કે તેમના સંબંધોમાં કંઈક અણબનાવ છે, જેના કારણે તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે.

લગ્નના 8 વર્ષ બાદ ઊર્મિલા માતોંડકર લેશે મોહસિન અખ્તર મીર સાથે ડિવોર્સ hum dekhenge news

કોણ છે મોહસીન અખ્તર મીર?

મોહસીન અખ્તર મીર એક કાશ્મીરી મોડલ છે, જે 21 વર્ષની ઉંમરે એક્ટર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. તેણે 2007માં મિસ્ટર ઈન્ડિયા હરીફાઈમાં સેકન્ડ રનર-અપ ટ્રોફી પણ જીતી અને ફિલ્મ ‘ઈટ્સ અ’ થી સિલ્વર સ્ક્રીન પર પદાર્પણ કર્યું. આ પછી, 2009 માં તેણે મેન્સવર્લ્ડ અને પછી લક બાય ચાન્સ, મુંબઈ મસ્ત કેલેન્ડર અને બી.એ. જેવા પ્રોજેક્ટ પર પણ કામ કર્યું હતું. કેટલાક વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પણ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી ન હતી. પછી મોહસીને બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો અને હવે તે એક મોટો બિઝનેસ મેન છે.

આ પણ વાંચોઃ લાપતા લેડિઝની ઓસ્કર એન્ટ્રી! જ્યારે સ્ક્રીનિંગ વખતે ભાવુક થઈ હતી ટીમ; જૂઓ વીડિયો

Back to top button