અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કરી આત્મહત્યા, 18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી

Text To Speech
  • નાણાકીય લેવડ દેવડ બાબતે આપઘાત કર્યાનું અનુમાન

અમદાવાદ, 25 સપ્ટેમ્બર, અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલી ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલક નરેશ પટેલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેમણે સિંધુ ભવન રોડ પરના ટાઈમ્સ સ્ક્વેર આર્કેડમાં આવેલી ઓફિસમાં જ આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે પૈસાની લેવડ-દેવડ મુદ્દે તેમણે ગળાફાંસો ખાધો હતો. સંચાલક નરેશ પટેલની 18 પાનાની સ્યૂસાઈડ નોટ સામે આવી છે.

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલા ટાઇમ્સ સ્ક્વેર આર્કેડમાં ત્રીજા માળે આવેલી એક ઓફિસમાં સવારે નરેશ પટેલ નામના વ્યક્તિએ આપઘાત કર્યો. બોડકદેવ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક થલતેજની ફ્લોરસન્ટ સ્કૂલના ટ્રસ્ટી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં પોલીસને 18 પાનાંની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. સ્યૂસાઈડ નોટમાં મૃતકે કેટલાક ડોક્ટરોનો આભાર માની નાણાંકીય વ્યવહારનો ઉલ્લેખ કર્યો છે. જેના પગલે પૈસાની લેતીદેતી માટેનું કારણ હોવાનું મનાય રહ્યું છે. તેમજ આત્મહત્યા કરવા ચાર વ્યક્તિઓ જવાબદાર હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોને આ મામલે જાણ થતાં બોડકદેવ પોલીસને જાણ કરી હતી. બોડકદેવ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. નરેશભાઇ શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા હતા અને થલતેજની ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલમાં ટ્રસ્ટી હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતા ઓફિસની બહાર કન્સ્ટ્રક્શન કંપનીનું બોર્ડ હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં નરેશભાઇના પારિવારિક સભ્ય કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. આ મામલે બોડકદેવ પીઆઇ આર. વી. વિંછીએ જણાવ્યું કે, થલતેજ વિસ્તારમાં રહેતા નરેશભાઇ પટેલ ફ્લૉરૅસેન્ટ સ્કૂલમાં ટ્રસ્ટી હતા. પરિવારમાં પત્ની, પુત્રી અને પુત્ર છે.

આ પણ વાંચો…અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરો, કોંગ્રેસના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Back to top button