અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનવરાત્રિ-2024મધ્ય ગુજરાત

નવરાત્રીઃ અવનવી ડિઝાઈનનાં કપડાંથી ઉભરાયું બજાર, જાણો શું છે ચણિયાચોળી કેડિયાનો ભાવ?

મહેસાણા: 25 સપ્ટેમ્બર, નવરાત્રીને હવે ગણતરીનો સમય બાકી છે. નવરાત્રી દરમિયાન રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયાર છે. મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસની રમઝટ બોલાવશે. જેમાં કેટલાક લોકો ચણિયાચોળી અને કેડિયાની ખરીદી કરી રહ્યા છે. કપડાંની ખરીદી માટે મોટાભાગે લોકો અલગ અલગ જગ્યાએ જતાં હોય છે જ્યાં સસ્તા ભાવે અનેક વેરાયટીની ચણિયાચોળી કે કેડિયા મળી રહે. તો હમે તમારા માટે સારી ન્યૂઝ લઈને આવ્યા છે. મહેસાણા બજારમાં આવેલા સિદ્ધપુરી કાપડ બજારમાં વેરાયટી વાળા કાપડની ખરીદી વ્યાજબી ભાવે કરવા આવે છે. અહી દૂર દૂરથી લોકો ખરીદી કરવા માટે આવે છે.

નવરાત્રી આવતા મહિલાઓ અને યુવતીઓ કાપડની ખરીદી કરી રહી છે. હાલ બજારમાં ભીડ જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં 5 થી 6 જગ્યાએ મોટા કાપડના બજાર છે. મહેસાણાના મુખ્ય બજાર જોડે છેલ્લા 20 વર્ષથી આવેલું સિદ્ધપુરી કાપડ બજાર લોકો માટે પહેલી પસંદ છે. અહીં 20 થી 25 દુકાનો છે, આ ઉપરાંત અત્યારે નવરાત્રી માટે મહિલાઓ અને યુવતીઓ કાપડ તેમજ તૈયાર ચણિયા અને બ્લાઉઝની ખરીદી કરી રહ્યા છે. મહેસાણાના મુખ્ય બજાર જોડે સિદ્ધપુરી કાપડ બજાર 21 વર્ષથી આવેલું છે. મહેસાણા શહેરની બજારથી થોડી જ દૂર નાનકડી ગલીમાં સિદ્ધપુરી બજાર નામનો ગલી વાળું બજાર આવેલું છે.

જાણો કેવા કાપડ મળશે ?

સિદ્ધપુરી બજારમાં અનેક દુકાનો આવેલી છે, જ્યાં 3 મીટર જેટલું કાપડ 100 થી 150 જેટલા ભાવે વજન ઉપર મળી રહે છે. અત્યારે નવી વેરાયટીના ચણિયા-ચોલી ટ્રેન્ડમાં છે જેને લેવા માટે લોકોની ભીડ થતી જોવા મળે છે. સિદ્ધપુરી બજારમાં હાલ કોટન, સિલ્ક કોટન, ગજી સિલ્ક, સિલ્ક, બનારસી, સાઉથ કોટન, અસ્તર માટેના કાપડ, રેયોન, નેટવર્ક, ચિકન કારી કાપડ, ભરત ભરેલા કાપડ, આ પ્રકારે તમામ કાપડ મળી જાય છે. આ કાપડ દેશના વિવિધ રાજ્ય જેમ કે મુંબઈ, રાજસ્થાન, બેંગલુરુ અને ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, જામનગર વગેરે જગ્યાથી મહેસાણા આવે છે.

જાણો શું છે ભાવ ?

નવરાત્રીમાં ચણિયાચોળી અને કેડિયાની ખરીદી ખૂબ જ મોટા પાયે થતી હોય છે. પરંતુ આ બજારોમાં અવનવી ડિઝાઈનની ચણિયાચોળી સહિત ઓક્સોડાઈઝ જ્વેલરી સસ્તા ભાવમાં મળી રહેશે. અત્યારે લોકો ચણિયા ચોલી બનાવવા માટે કોટનનું કાપડ, રેયોનનું કાપડ વધારે લઈ જાય છે અને તૈયાર ચણિયા તેમજ બ્લાઉઝ અને ઓઢણી પણ લઈ જવાનું પસંદ કરતા હોય છે. અહીંયા રેડીમેડ ઓઢણી પણ મળી જાય છે. અહીંથી લોકો ચણિયા-ચોલી, બ્લાઉઝ, સાડી, ડ્રેસ તેમજ રબારી પોશાક માટેના કાપડ લઈ જાય છે અને અહીં શોપ પર પણ બનાવવા માટે આપી શકાય છે. અહીં કાપડના ભાવ 80 થી શરૂ થઈ 2000-2500 સુધી પ્રતિ મીટરના આધારે કાપડના પ્રકારના આધારે કિંમત હોય છે. અત્યારે તૈયાર ચણિયા-ચોલીની વાત કરીએ તો તૈયાર ચણિયા-ચોલી, બ્લાઉઝ અને દુપટ્ટા સાથે 2000 થી શરૂ થાય છે અને અલગ અલગ ચણિયો 500 થી લઈને 1500 સુધીનો મળી શકે છે.

આ પણ વાંચો…નવરાત્રિમાં રોમિયોગીરી કરનારની ખેર નહિ, અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર

Back to top button