કંગના રનૌતે પોતાના નિવેદનથી પલટી મારી, જાહેર જનતાની માફી માંગી
નવી દિલ્હી – 25 સપ્ટેમ્બર : ભારતીય જનતા પાર્ટીની લોકસભા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પોતાના બેબાક અંદાજના કારણે જાણિતી છે. કોઈપણ વાત પર તે પોતાનો મત આપતા ખચકાતી નથી. અભિનેત્રીનો આ રવૈયો તેને ઘણીવાર ભારે પડ્યો છે.
Absolutely, my views on Farmers Laws are personal and they don’t represent party’s stand on those Bills. Thanks. https://t.co/U4byptLYuc
— Kangana Ranaut (@KanganaTeam) September 24, 2024
સાંસદ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. કંગનાએ ફરી એકવાર મીડિયા દ્ધારા પૂછાયેલા સવાલના જવાબમાં ભારતના ખેડૂતોને લગતું નિવેદન આપ્યું છે. તેના નિવેદન બાદ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે કંગનાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે અને કહ્યું છે કે આ પાર્ટીનું નિવેદન નથી. આ સાથે જ અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ તરફથી નિવેદનો આવવા લાગ્યા હતા.
View this post on Instagram
મામલાની ગંભીરતાને સમજતા કંગનાએ બીજો એક વીડિયો શેર કર્યો છે અને પોતાના શબ્દો પાછા લીધા છે. સાથે જ એ પણ સ્વીકાર્યું છે કે હવે તે માત્ર એક કલાકાર જ નથી પણ ભાજપની સદસ્ય પણ છે. એના ઓપિનિયન તેના પર્સનલ ઓપિનિયન ન હોઈને તેના પાર્ટી માટેના સ્ટેન્ડ હોવા જોઈએ. તેની અને પાર્ટીના દરેક કાર્યકર્તાની એ ફરજ છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયની ગરીમા જાળવે.
આ પણ વાંચો : દિલ્હીમાં અભ્યાસ કરનાર આ મહિલા બન્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન, જાણો કોણ છે