ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મેઘરાજા વિદાય પહેલા જોરદાર વરસાદ લાવશે, જાણો કયા છે એલર્ટ

Text To Speech
  • વડોદરામાં બફારા બાદ વરસાદનું આગમન થયુ છે
  • અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ ભારે વરસાદ સાથે યલો એલર્ટ
  • દાદરા નગર હવેલી, ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ

ગુજરાતમાં મેઘરાજા વિદાય પહેલા જોરદાર વરસાદ લાવશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. તેમજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી, ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વડોદરામાં બફારા બાદ વરસાદનું આગમન થયુ છે

લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમા ખુશી જોવા મળી છે. વરસાદથી કપાસ, બાજરી, મગફળી, તલ સહિતના પાકોને ફાયદો થશે. તેમજ વડોદરામાં બફારા બાદ વરસાદનું આગમન થયુ છે. જેમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડોદરાના રાવપુરા, કારેલીબાગમાં વરસાદ આવ્યો છે. તેમાં વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વડોદરામાં બફારા બાદ આખરે વરસાદનું આગમન થયુ છે. સતત 8 દિવસથી બફારાનું સામ્રાજ્ય હતુ. જેમાં બપોર બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. રાવપુરા, કારેલીબાગ, દાંડિયા બજાર વિસ્તારમાં ધીમો વરસાદ છે.

અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ ભારે વરસાદ સાથે યલો એલર્ટ

નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ખેડા, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. જેમાં 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે.

Back to top button