ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

જય બજરંગબલી: વાંદરાના ટોળાએ 6 વર્ષની સગીરાને દુષ્કર્મથી બચાવી, લોકોએ કહ્યું ભગવાન …

Text To Speech

ઉત્તર પ્રદેશ, 24 સપ્ટેમ્બર, ઉત્તર પ્રદેશના બાગપતના સિંઘાવલી આહિર પોલીસ સ્ટેશનના ડોલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર વાંદરાઓના ટોળાએ તેમની 6 વર્ષની માસૂમ બાળકીને જાનવરના ચુંગાલમાંથી બચાવી હતી. પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજ મુજબ આરોપી યુવક બાળકી સાથે આવેલી મસ્જિદના દરવાજે પહોંચ્યો હતો. અહીં તેણે બાળકીને બહાર ઊભી રાખી અને અંદર ગયો અને પછી તરત જ બહાર આવીને બાળકીને નિર્જન જગ્યાએ લઈ ગયો અને તેના કપડાં ઉતાર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર બાળકી 6 વર્ષની છે.

પ્રાણીઓમાં કેવી સંવેદના હોય છે તેનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. પ્રાણીઓને પોતાની છઠ્ઠી ઈન્દ્રીયથી ખબર પડી જતી હોય છે કે કંઈ ખોટું થવાનું છે અને તેઓ તાબડતોબ મદદે પહોંચી જતાં હોય છે. ઉત્તર પ્રદેશના બાગપતમાં એક શખ્સ રેપના ઈરાદે 6 વર્ષની બાળકીને ઘેરથી ઉઠાવીને બંધ ઘરમાં લઈ ગયો હતો પરંતુ વાંદરાઓને પોતાની છઠ્ઠી ઈન્દ્રીયથી ખબર પડી ગઈ હતી કે આ વ્યક્તિનો ઈરાદો સારો નથી અને તેથી તેમણે સીધો આ નરાધમ પર એટેક કર્યો હતો, વાંદરાના હુમલાથી નરાધમ ડરીને ભાગી ગયો હતો અને આ રીતે બાળકી રેપનો ભોગ બનતાં બચી ગઈ હતી.

ગંદુ કામ કરવા ગયો કે વાંદરાઓ તૂટી પડ્યાં

પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, આરોપીએ શનિવારે બાળકીને ફોસલાવીને ઘેરથી ઉઠાવી ગયો હતો અને એક નિર્જન ઘરમાં લઈ ગયો હતો તેનો ઈરાદો બાળકી પર રેપ કરવાનો હતો. આરોપીએ યુવતીના કપડા ઉતારી દીધા હતા. જ્યારે કેટલાક વાંદરાઓ આવ્યા ત્યારે તે બળાત્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વાંદરાઓએ તેના પર હુમલો કર્યો. વાંદરાના ડરથી આરોપી બાળકીને પડતી મૂકીને ભાગ્યો હતો અને પછી પરિવારે આવીને તેને બચાવી લીધી હતી.

પિતાનું કહેવું છે કે બજરંગીએ તેમની દીકરીને બચાવી હતી. પિતાના કહેવા પ્રમાણે, આરોપીએ પીડિત છોકરીને ધમકી આપી હતી કે તે તેના પિતાને મારી નાખશે. તેણે કહ્યું કે જો વાંદરાઓએ હુમલો ન કર્યો હોત તો મારી દીકરી બચી ન હોત. જો કે હજુ સુધી આરોપી યુવકની ઓળખ થઈ શકી નથી. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો….શું ડાકોરના પ્રસાદ અંગે પણ તપાસની ઊઠી માંગ? જાણો શું છે મામલો?

Back to top button