ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024
શારદીય નવરાત્રીનું વ્રત કરતા પહેલા યાદ રાખી લો આ નિયમો, મા રહેશે પ્રસન્ન
- જો તમે પણ શારદીય નવરાત્રીનું વ્રત કરતા હો તો એ પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વ્રત દરમિયાન કોઈ ભૂલ ન કરી બેસતા
HD ન્યુઝ ડેસ્કઃ પંચાગ અનુસાર શારદીય નવરાત્રી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં નવરાત્રીના ઉપવાસ કરતા પહેલા, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કે, જો તમે ઉપવાસ કરતા પહેલા આ બાબતો જાણતા નથી અને પછીથી ભૂલ કરો છો, તો તમારો ઉપવાસ તૂટી શકે છે, તો જાણો કે શારદીય નવરાત્રીનું વ્રત કરતા હો તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
નવરાત્રી વ્રત દરમિયાન આ વાત યાદ રાખો
- ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો નવરાત્રી વ્રત રાખવા માંગે છે તેમણે દરરોજ સવારે ઉઠીને સ્નાન અને ધ્યાન કરવું પડશે
- નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભક્તોએ ભૂલથી પણ દારૂ, તમાકુ અને માંસાહારનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત તમારે તામસિક વસ્તુઓથી દૂર રહેવું પડશે.
- નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમારે નખ, વાળ અને દાઢી કાપવાનું ટાળવું જોઈએ.
- નવરાત્રીનું વ્રત કરનાર લોકો આ સમયગાળા દરમિયાન શીંગોડા, સામો, દૂધ, બટાકા, સાબુદાણા અને ફળોનું સેવન કરી શકે છે.
- ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી વ્રત દરમિયાન સરસવના તેલ અને તલના તેલનું સેવન ન કરવું જોઈએ. જો શક્ય હોય તો, તમે સીંગતેલ અથવા ઘીનો ઉપયોગ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ મીઠું ખાવાથી બચવું જોઈએ. જો શક્ય હોય તો સિંધવ મીઠું ખાઈ શકો છો.
- ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ વ્રત દરમિયાન વ્યક્તિએ દિવસે ઊંઘવાનું ટાળવું જોઈએ.
- નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન કરતી વખતે ભક્તોએ હંમેશા સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. આ ઉપરાંત, ચામડાના કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ અને કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ
- એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસો દરમિયાન ભૂલથી પણ કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. આમ કરવાથી મા ગુસ્સે થઈ શકે છે.
આ પણ વાંચોઃ શારદીય નવરાત્રીનો પ્રારંભ 3 ઓક્ટોબરથી, ક્યારે આવશે કયું નોરતું?