સુરતમાં અભ્યાસ કરતી નર્સનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળ્યો: પરિવારે હત્યાનો કર્યો આક્ષેપ
સુરત: 24 સપ્ટેમ્બર, કોલકાતાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં ગુજરાતના સુરતની ઘટના સામે આવી છે. સુરતમાં નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુવતીનો મૃતદેહ નવસારીની ઓયો હેપ્પી સ્ટે નામની હોટલમાંથી મળ્યો હતો. મૃતકના પરિવારે આ અંગે આક્ષેપ કર્યો છે કે, ‘‘અમારી દીકરીની હત્યા કરવામાં આવી છે. નવસારી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરતમાં 23 વર્ષીય ભાવિકા પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવિકા સુરતમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી. તેનો મૃતદેહ નવસારીના ઓયો હેપ્પી સ્ટેટમાંથી મળી આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવિકા ભાર્ગવ સાથે હોટલ ગઈ હતી. ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી. નવસારીના ગાંધી ફાટક પર આવેલી હોટલ હેપ્પી સ્ટેમાં યુવતીનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, યુવતીના શરીરમાંથી વધુ પડતું લોહી વહી જતા મૃત્યુ થયું છે.
સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવિકા ભાર્ગવ સાથે હોટલ ગઈ હતી. ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી. જ્યાં ભાવિકાનો મૃતદેહ મળ્યો ત્યાં નવસારી પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પરિવારે ભાવિકાની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાને લઈને દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઈને દેશભરમાં લોકો વિરોધ કરી રહ્યા છે.
પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ‘‘અમારી દીકરીની ભાર્ગવ પટેલ નામના યુવાન સાથે મિત્રતા હતી. તે બંને સાથે હોટલમાં ગયા હતા. જે પછી હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, યુવતીની હત્યા કરવામાં આવી છે.’’યુવતીને પહેલા સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા યુવતીને મૃત ઘોષિત કરવામાં આવી હતી. જે બાદ યુવાન યુવતીનો મૃતદેહ ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયો છે.
આ પણ વાંચો…સિદ્ધપુર: માતૃગયા તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે માતૃ શ્રાદ્ધ માટે આવી છે વ્યવસ્થા