ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Samsung Galaxy M55s ભારતમાં લોન્ચ, iPhone જેવી સુરક્ષા! જાણો કિંમત અને ફીચર્સ

  • આ સ્માર્ટફોન Samsung Knox વૉલેટ સુરક્ષા સાથે આવે છે અને તેમાં 4 વર્ષનાં સોફ્ટવેર અપડેટ્સ સાથે 5 વર્ષનાં સુરક્ષા અપડેટ્સ મળે છે

HD ન્યૂઝ ડેસ્ક, 24 સપ્ટેમ્બર: Samsungનો નવો સ્માર્ટફોન Galaxy M55s 5G સોમવારે ભારતમાં લોન્ચ થઈ ગયો છે, જે Samsung Knox વૉલેટ સુરક્ષા સાથે આવે છે. આ ઉપરાંત, તેમાં 4 વર્ષનાં સોફ્ટવેર અપડેટ્સ સાથે 5 વર્ષનાં સુરક્ષા અપડેટ્સ મળે છે. ફોનમાં અદભૂત કેમેરા ગુણવત્તા અને શ્રેષ્ઠ સ્માર્ટફોન અનુભવ સાથે સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં મોટી બેટરી લાઈફ પણ છે. સાથે જ એક સ્ટાઇલિશ ડિવાઇસ અને પાવરફુલ પ્રોસેસર પન આપવામાં આવ્યું છે. ફોન ફ્યુઝન ડિઝાઇન રિયર પેનલ અને ડ્યુઅલ ટેક્સચરમાં આવે છે. iPhone પછી, જો કોઈને ખબર હોય કે સુરક્ષા માટે કયો ફોન સારો, તો તે સેમસંગ છે.

 

1. કેમેરા

Samsung Galaxy M55s 5Gમાં ટ્રિપલ રીઅર કેમેરા છે. જેનો મુખ્ય કેમેરા 50MP સેન્સર (OIS) સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે 2MP મેક્રો સેન્સર છે. સ્માર્ટફોનના આગળના ભાગમાં 50MP સેન્સર આપવામાં આવ્યું છે. જેમાં ડ્યુઅલ રેકોર્ડિંગ ફીચર ઉપલબ્ધ છે. યુઝર્સ એક જ સમયે આગળ અને પાછળના બંને કેમેરાથી રેકોર્ડ કરી શકશે.

2. ડિસ્પ્લે

ફોનમાં 6.7 ઇંચની ફુલ HD પ્લસ સુપર AMOLED ડિસ્પ્લે છે, જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટમાં આવે છે. ફોનમાં 1,000nits પીક બ્રાઈટનેસ છે. Galaxy M55s 5G સ્માર્ટફોન Vision Booster Technology સાથે આવે છે. જેની જાડાઈ 7.8mm છે. તેવી જ રીતે ફોનનું વજન 180 ગ્રામ છે. Galaxy M55s 5G સ્માર્ટફોન બે શાનદાર કલર વિકલ્પો કોરલ ગ્રીન અને થન્ડર બ્લેકમાં આવે છે.

3. પ્રોસેસરનું પરફોર્મન્સ

ફોનમાં 4nm આધારિત Qualcomm Snapdragon 7 Gen1 પ્રોસેસર છે. ફોન 4 વર્ષના સોફ્ટવેર અપડેટ સાથે આવે છે. સાથે જ, તેમાં 5 વર્ષની સુરક્ષા અપડેટ્સ મળે છે. ફોનમાં 5000mAh બેટરી છે. ફોન 45W સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

4. સુરક્ષા ફીચર્સ

ફોનમાં ક્વિક શેરિંગ ફીચર ઉપલબ્ધ છે, જેની મદદથી ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ શેર કરી શકાય છે. તે Samsung Knox વોલેટ સાથે આવે છે. આમાં સંવેદનશીલ ડેટા અને પિન પાસવર્ડને સુરક્ષિત રાખી શકાય છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Samsung Galaxy M55s 5G કિંમત અને ઑફર્સ

Samsung Galaxy M55s 5G સ્માર્ટફોન 128 GB અને 256 GB ના સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે. સાથે જ તેમાં 8 GB રેમ છે. તેના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે, જ્યારે 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. ફોનની ખરીદી પર 2000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ પછી, તેના 8 GB રેમ 128 GB સ્ટોરેજની કિંમત ઘટીને 17,999 રૂપિયા થઈ જશે. તેવી જ રીતે, 8 GB રેમ 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા થાય છે. ગ્રાહકો આ ફોન એમેઝોન, સેમસંગ વેબસાઈટ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકશે. ફોનનું વેચાણ 26 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે.

આ પણ જૂઓ: 1.35 લાખનો iPhone 15 Pro Max 1.10 લાખમાં મેળવી શકશો, ચેક કરો ડિટેલ 

Back to top button