ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

રસોડાની ટ્રોલી સાફ કરવાની ટ્રીક, આ રીતે બ્રશ ઘસ્યા વિના સાફ થશે ગંદકી

HD ન્યૂઝ ડેસ્ક, 24 સપ્ટેમ્બર, રસોડામાં લાગેલી ટાઇલ્સ ખૂબસૂરત તો લાગે છે, પરંતુ ખૂબ જ જલ્દી ગંદી પણ થઇ જાય છે. તેવામાં અમે તમારા માટે કેટલીક એવી ટ્રિક લઇને આવ્યા છીએ જેની મદદથી કિચનની ટાઇલ્સને ખૂબ જ સરળતાથી સાફ કરી શકો છો. આજે તમને રસોડાની ટ્રોલીને સરળતાથી સાફ કરવાની કેટલીક ટ્રીક જણાવી દઈએ. આ ટ્રીક અજમાવશો તો રસોડાની ટ્રોલી આરામથી સાફ થઈ જશે અને તમારે મહેનત પણ નહીં કરવી પડે.

ચોખ્ખું અને વ્યવસ્થિત કિચનમાં જમવાનું બનાવવામાં એક અલગ જ આનંદ આવે છે. એનાથી હાઇજીન તો જળવાઈ રહે જ છે, પણ સાથે સારા મનથી જમવાનું બનાવી શકાય છે. દિવાળીની સાફ સફાઈમાં સૌથી મુશ્કેલ હોય છે રસોડાની સફાઈ. ખાસ કરીને મોડ્યુલર કિચનની ટ્રોલી સાફ કરવામાં કલાકોનો સમય જાય છે. જો કે આ કામ તમે કેટલીક ટ્રીક અપનાવીને સરળતાથી કરી શકો છો.

ટ્રોલી સરળતાથી સાફ કરવાની રીત

સૌથી પહેલા રસોડાની બધી જ ટ્રોલી ખાલી કરી અને કપડાથી સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી ટ્રોલી સાફ કરવા માટે એક મિશ્રણ તૈયાર કરો જેમાં ગરમ પાણીમાં ડિટર્જન્ટ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું.. હવે આ મિશ્રણમાં એક કપડું બોળી અને ટ્રોલીને અંદર અને બહારથી સારી રીતે સાફ કરો. ટ્રોલીની દરેક જગ્યાએ આ મિશ્રણને લગાવો. 5 મિનિટ માટે આ મિશ્રણ ટ્રોલી પર લગાડેલું રહેવા દો અને પછી ભીના સાફ નેપકીનની મદદથી ટ્રોલીને ક્લીન કરી લો. ટ્રોલીમાં જામેલી તેલ સહિતની ગંદકી 5 મિનિટમાં નીકળી જશે.

ટ્રોલીને ચમકાવવા કરો આ કામ

ટ્રોલીમાં તેલ સહિતની ગંદકી વધારે પ્રમાણમાં જામી હોય અને ઉપર જણાવેલી રીતે તે સાફ ન થાય તો વાસણ ધોવાનો સાબુ કે લિક્વિડ ગરમ પાણીમાં ઉમેરીને ટ્રોલી પર લાગેલા જિદ્દી ડાઘ પર છાંટી દો. પાણી થોડું વધારે ગરમ હોય તે વાતનું ધ્યાન રાખવું 10 મિનિટ પછી ટ્રોલીને કપડાથી સાફ કરશો તો ટ્રોલી એકદમ નવી હોય તેવી ચમકવા લાગશે.

ટ્રોલીને સાફ કર્યા પછી તેના પર નાળિયેર અથવા ઓલિવ ઓઇલ લગાડો જેથી કાટના ડાઘ ન પડે અને ટ્રોલી સરળતાથી ફિટ પણ થઈ જાય. ટ્રોલી પર જામેલા ડાઘને દૂર કરવા માટે લીંબુની છાલનો ઉપયોગ પણ કરી શકાય છે. લીંબુની છાલને ટ્રોલીમાં અંદર અને બહાર સારી રીતે ઘસી લો અને 10 થી 15 મિનિટ માટે છોડી દો. ત્યાર પછી ભીના કપડાની મદદથી ટ્રોલી સાફ કરશો તો તે નવી હોય તેવી ચમકતી જશે.

આ પણ વાંચો…સ્માર્ટફોન આંખો માટે છે સ્લો પોઈઝન સમાન, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને કરે છે અસર

Back to top button