ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરામાં પહેલીવાર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયુ

  • રાજ્યના દરેક મોટા શહેરમાં વારાફરતી ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવશે
  • શહેરના તમામ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ શરૂ કરાઇ
  • અમદાવાદ અને ગાંધીનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે

વડોદરામાં પહેલી વખત રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા રેન્જ આઇ.જી.ની ક્રાઇમ કોન્ફરન્સ રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાશે. તે માટે વડોદરા પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વડોદરામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ક્રાઇમ રેટમાં ઘટાડો થયો છે. માત્ર એક ઝોનમાં ખૂનના કેસમાં વધારો થયો છે. બાકી તમામ ગુનાઓ પર નજર કરાય તો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત: મહારાષ્ટ્રની કંપનીના રૂ.168 કરોડના કૌભાંડમાં EDના અમદાવાદમાં પણ દરોડા

રાજ્યના દરેક મોટા શહેરમાં વારાફરતી ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવશે

રાજ્યમાં થતા ગુનાઓની સમીક્ષા કરવા માટે દર મહિને રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં અમદાવાદ અને ગાંધીનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ક્રાઇમ અંગે દરેક શહેરના પોલીસ કમિશનર તથા જિલ્લાના આઇ.જી. ઉપસ્થિત રહેતા હોય છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ક્રાઇમ રેટ ઘણો ઓછો છે. આ ક્રાઇમ રેટમાં પણ કઇ રીતે ઘટાડો શક્ય છે. તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. રાજ્યના પોલીસ વડા દ્વારા હવે ક્રાઇમ કોન્ફરન્સમાં બદલાવ લાવવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ઓગસ્ટ મહિનાની ક્રાઇમ કોન્ફરન્સ સૌ પ્રથમ વખત અમદાવાદની જગ્યાએ વડોદરામાં યોજવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક મોટા શહેરમાં વારાફરતી ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવશે.

શહેરના તમામ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ શરૂ કરાઇ

વડોદરા પોલીસ ભવન ખાતે યોજાનારી ક્રાઇમ કોન્ફરન્સને લઇને પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ શરૂ કરાઇ હતી. આગામી ક્રાઇમ કોન્ફરન્સને અનુલક્ષીને હાલમાં પોલીસ ભવન ખાતે કોન્ફરન્સ રૃમનું રિનોવેશન ચાલતું હોઇ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરના ચાર ઝોનમાં દાખલ થયેલા ગુનાઓના આંકડા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ક્રાઇમ રેટમાં કોઇ વધારો થયો નથી. પરંતુ, ઉત્તર – પશ્ચિમ ઝોનમાં ગયા વર્ષની સરખામણીમાં મર્ડરના કેસ વધારે નોંધાયા છે. જોકે, તેમાં પોલીસની કોઇ બેદરકારી નથી. પરંતુ, પ્રેમ સંબંધ અને નજીકના સગાઓ વચ્ચેની માથાકૂટના કારણે હત્યાની ઘટના બની હતી. આ રીતે દરેક પ્રકારના ગુનાઓ અંગેની સમીક્ષા કરવામાં આવી છે.

Back to top button