ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની કાર વરસાદ વચ્ચે પાણી ભરેલા રોડ પર ખાડામાં ફસાઈ, જુઓ વીડિયો

Text To Speech
  • શિવરાજ સિંહ ચૌહાણનો ઝારખંડના બહરાગોડાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

ઝારખંડ, 24 સપ્ટેમ્બર: કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ભાજપ દ્વારા ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં શિવરાજ સિંહ ચૌહાણ સતત ઝારખંડની મુલાકાતે છે. કેન્દ્રીય મંત્રી સોમવારે ઝારખંડના બહરાગોડામાં હતા, તે દરમિયાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીની કાર વરસાદ વચ્ચે પાણી ભરેલા રોડ પર કીચડવાળા ખાડામાં ફસાઈ ગઈ. જેના કારણે કાર વાંકીચૂંકી થઈ ગઈ હતી.

જૂઓ આ વીડિયો

 

સુરક્ષાકર્મીઓ કારને ખાડામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે 

શિવરાજ સિંહ ચૌહાણ જાહેર રેલી માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની કાર બહરાગોડા વિસ્તારમાં રસ્તામાં મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રોડ પર પાણી ભરાઈ ગયું છે અને કાર એક બાજુથી ખાડામાં ફસાઈ ગઈ છે. આ દરમિયાન તેમના સુરક્ષાકર્મીઓ કારને ઘેરીને ઉભા છે અને કારને ખાડામાંથી બહાર કાઢતા જોવા મળે છે.

બહરાગોડામાં કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

વરસાદ વચ્ચે બહરાગોડામાં જનસભાને સંબોધતા શિવરાજ સિંહે કહ્યું કે, વાદળો વરસી રહ્યા છે, વીજળી ચમકી રહી છે, જોરદાર વરસાદ થઈ રહ્યો છે, પરંતુ તમે ફરીથી પરિવર્તન માટે મક્કમ છો. આ વાતાવરણ જોઈને હું કહી શકું છું કે ઝારખંડમાં અંધકાર દૂર થશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે અને પરિવર્તન આવશે. ઝારખંડની બહેનો અલગ-અલગ પોટલીમાં માટી લાવી છે અને કહી રહી છે કે અહીં માટી, દીકરી અને રોટલી સુરક્ષિત નથી. હું ભારતીય જનતા પાર્ટી વતી વચન આપું છું કે અમે ઝારખંડમાં માટી, દીકરી અને રોટીની રક્ષા કરીશું.

આ પણ જૂઓ: નાના બાળકે કર્યું કંઈક એવું કે આનંદ મહિન્દ્રાને આવ્યું પસંદ, વીડિયો શેર કરી કહી આ મોટી વાત

Back to top button