ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ડૉ.વૈશાલીના આપઘાતમાં PI ખાચરની મુશ્કેલીઓ વધી

  • આરોપીની દુષ્પ્રેરણાના કારણે જ વૈશાલીએ આત્મહત્યા કરી હતી
  • આવા કેસમાં આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયોચિત જણાતુ નથી: કોર્ટ
  • પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરે કરેલ રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

અમદાવાદના ગાયકવાડ હવેલીમાં ડો.વૈશાલી જોષીની આત્મહત્યા કેસમાં પકડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરે કરેલ રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, વૈશાલી જોષીના ઘરેથી મળેલ ચિઠ્ઠીમાં તેના જ અક્ષર હોવાનો એફ્એસએલનો રિપોર્ટ છે, આરોપી સામે ગંભીર આરોપ છે, ઉપરાંત આરોપની ગુનામાં સક્રિય સંડોવણી છે, ત્યારે આવા કેસમાં આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયોચિત જણાતુ નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા ખાબકશે મેઘ 

આરોપીની દુષ્પ્રેરણાના કારણે જ વૈશાલીએ આત્મહત્યા કરી હતી

ડો.વૈશાલી જોષીના આત્મહત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરીને રજૂઆત કરી છે કે, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, સમગ્ર પ્રકરણમાં કોઇ જ સંડોવણી નથી, પોલીસ અધિકારી છે અને ક્યાંય નાસી કે ભાગી જાય તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છીએ, આ કેસમાં ફરિયાદ મોડી કરવામાં આવી છે, પરંતુ તેનો કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી, કાયમી રહેઠાણ ધરાવે છે, તપાસમાં સહકાર આપ્યો છે ત્યારે કોર્ટે જામીન આપવા જોઇએ. સરકારી વકીલે અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ વૈશાલીને મરી જા સહિતના વાક્યો બોલ્યા હતા, મૃતકના ઘરેથી ચિઠ્ઠી મળી આવી છે જેમાં પણ આરોપીની દુષ્પ્રેરણાના કારણે જ વૈશાલીએ આત્મહત્યા કરી હતી.

જાણો કેસની વિગત

ક્રાઈમબ્રાંચમાં આવેલા વસંત રજબ સ્મારક પાસેના બાકડા પર એક મહિલા જોવા મળી હતી. આ બેભાન મહિલાના પોલીસના સ્ટાફે તપાસ કરતા તેની પાસે ઈન્જેક્શન મળી આવતા કઈક શંકાસ્પદ જણાઈ આવ્યું હતું. જેથી તાત્કાલિક 108ના સ્ટાફને જાણ કરીને તપાસ કરવામાં આવતા મહિલા મૃત હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા મૃતક મહિલાનું નામ ડૉ. વૈશાલી જોષી હોવાનું ખુલ્યું હતું. જે શીવરંજની પાસે પીજીમાં રહેતી હતી અને મુળ બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી. વધુ તપાસમાં વિગતો ખુલી હતી કે, મહિલા ઇકોનોમીક્સ ઓફેન્સ વિંગ (EOW)માં અનેકવાર કોઈ રજૂઆત માટે આવતી હતી.પરંતુ, તેમની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. તે ક્રાઈમબ્રાંચ આવ્યા હતા. જે બાદ તેમણે ક્રાઈમબ્રાંચના પરિસરમાં આવેલા બાંકડા પર બેઠા હતા અને અંતિમ પગલું ભર્યુ હતુ.

Back to top button