ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: જુલાઈમાં ભારતીયોએ વિદેશની યાત્રા પાછળ 1.6 અબજ ડોલર ખર્ચ્યા

  • આ આંકડો જુલાઈની તુલનાએ જૂનમાં 1.3 અબજ ડોલર હતો
  • વિદેશમાં રજાઓ માળનારા ભારતીયોની સંખ્યા વધી ગઈ છે
  • નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ કવાર્ટરમાં આ આંકડો સરેરાશ 1.2 અબજ ડોલર

વિદેશી મુસાફરી ખર્ચમાં વધારો થવાને કારણે ભારતીયો દ્વારા આઉટવર્ડ રેમિટન્સ દસ મહિનામાં તેમના ઉચ્ચતમ સ્તરે વધીને જુલાઈ 2024માં લગભગ 2.8 અબજ ડોલર થયું હતું. વિદેશમાં પ્રવાસનો હિસ્સો એક વર્ષ અગાઉના 51 ટકાથી વધીને 60 ટકા થયો હતો. ભારતીયોએ જુલાઈમાં વિદેશી પ્રવાસ પાછળ 1.6 અબજ ડોલર ખર્ચ કર્યા હતા.

આ આંકડો જુલાઈની તુલનાએ જૂનમાં 1.3 અબજ ડોલર હતો

આ આંકડો જુલાઈની તુલનાએ જૂનમાં 1.3 અબજ ડોલર હતો. નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ કવાર્ટરમાં આ આંકડો સરેરાશ 1.2 અબજ ડોલર હતો. વિદેશની યુનિવર્સિટીઓમાં સમર એડમિશનને કારણે ફોરેન જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી હતી. તેમજ જુલાઈના પ્રથમ ભાગમાં ડેસ્ટિનેશન વેડિંગ સહિત ભારતીયો દ્વારા વિદેશમાં નવરાશની પળો માળવાનું પ્રમાણ વધતાં ફોરેન ટ્રાવેલમાં વધારો જોવા મળ્યો હતો. જુલાઈ દરમિયાન કુલ રેમિટન્સ એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં 16.7 ટકા વધ્યો હતો. જ્યારે સંપૂર્ણ દ્રષ્ટિએ સૌથી મોટો ઉછાળો મુસાફરીમાં જોવા મળ્યો હતો. જે 17.1 ટકા વધ્યું હતું. ઈક્વિટી-ડેટમાં રોકાણ અને તબીબી સારવાર માટેના રેમિટન્સમાં પણ અનુક્રમે 108.2 ટકા તથા 104.3 ટકાનો વધારો થયો હતો. જે એક નોંધપાત્ર વૃદ્ધિ છે. જો કે આ બે વસ્તુઓનો હિસ્સો અનુક્રમે માત્ર 120.2 મિલિયન ડોલર અને 8.6 મિલિયન ડોલર હતો. ડિપોઝિટ માટેના રેમિટન્સમાં વાર્ષિક ધોરણે 16.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

વિદેશમાં રજાઓ માળનારા ભારતીયોની સંખ્યા વધી ગઈ છે

સરકારે ઓક્ટોબર 2023થી ફોરેક્સ રેમિટન્સ સ્રોત પર કર વસૂલાત શરૂ કર્યા પછી વર્તમાન કેલેન્ડર વર્ષમાં વિદેશી ખર્ચમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામે જુલાઈ સુધીનો માસિક ખર્ચ ગયા વર્ષના રૂ.2.6 અબજ પ્રતિ મહિનાની સરેરાશ ખર્ચ કરતાં ઓછો હતો. એ જ રીતે ઓક્ટોબરથી મુસાફરી પરનો માસિક ખર્ચ પણ ગયા વર્ષની સરેરાશ 1.4 અબજ ડોલરની નીચે છે. ઉદારીકૃત રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશમાં ભારતીયો દ્વારા નાણાં ખર્ચ કરવાનું પ્રમાણ નાણાંકીય વર્ષ 2013-14માં એક અબજ ડોલર હતું. જે આંકડો નાણાંકીય વર્ષ 2023-24માં 31.7 અબજ ડોલરથી પણ વધુ છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે, વિદેશમાં રજાઓ માળનારા ભારતીયોની સંખ્યા વધી ગઈ છે. સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણનો વિકલ્પ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વિશેષ વધારો થયો છે.

Back to top button