છત્તીસગઢ/ વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મૃત્યુ, 1 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો
છત્તીસગઢ, 23 સપ્ટેમ્બર: છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોરાતરાઈ ગામમાં વીજળી પડવાથી ચાર બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા હતા. દરમિયાન જોરદાર ગડગડાટ સાથે વીજળી પડી અને ત્યાં હાજર 4 બાળકો અને અન્ય લોકો તેની ઝપેટમાં આવી ગયા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માહિતી મળ્યા બાદ કલેક્ટર, એસપી અને જિલ્લા શિક્ષણાધિકારી પણ ઘટનાસ્થળે રવાના થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. માહિતી મળતાં જ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Eight persons, including four children, died due to lightening in Rajnandgaon district of Chhattisgarh: SP Rajnandgaon, Mohit Garg
— ANI (@ANI) September 23, 2024
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ હેન્ડલ પર લખ્યું, “રાજનાંદગાંવના જોરાતરાય ગામમાં વીજળી પડવાથી 4 શાળાના બાળકો સહિત 8 લોકોના મોતના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે.”
राजनांदगांव के ग्राम जोरातराई में आकाशीय बिजली गिरने से 4 स्कूली बच्चों समेत 8 लोगों की मौत की खबर बेहद हृदयविदारक है.
ईश्वर दिवंगतों के परिवारजनों को यह आघात सहने की शक्ति प्रदान करे एवं मृतकों की आत्मा को शांति दे. ओम् शांति:
शासन एवं प्रशासन से अनुरोध है कि इनके परिवारों की…
— Bhupesh Baghel (@bhupeshbaghel) September 23, 2024
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે (23 સપ્ટેમ્બર) સવારે લગભગ 1.30 વાગ્યે જિલ્લાના સોમની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોરાતરાય ગામમાં વીજળી પડવાને કારણે કેટલાક શાળાના બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
એક ઘાયલ હોસ્પિટલમાં દાખલ
રાજનાંદગાંવ જિલ્લાના પોલીસ અધિક્ષક મોહિત ગર્ગે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર વીજળી પડવાથી કેટલાક શાળાના બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : Tick Borne Virus/ ચીનમાં વધુ એક વાયરસનું સંક્રમણ, માનવ મગજને કરે છે અસર