Yamahaએ નવા ફીચર્સ અને કલર સાથે લોન્ચ કર્યું Ray ZR Street Rally, જાણો તેની કિંમત
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: ભારતીય બજારમાં વાહન ઉત્પાદકો વર્તમાન મોડલને સતત નવા મોડલ્સ સાથે અપડેટ કરી રહ્યાં છે. આ ક્રમમાં હવે યામાહા દ્વારા ઓફર કરવામાં આવેલા Ray ZR સ્ટ્રીટ રેલી સ્કૂટરને નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં નવો કલર પણ આપવામાં આવ્યો છે. જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક કંપની Yamaha ભારતીય બજારમાં વેચાણ માટે ઘણા ઉત્તમ વાહનો ઉપલબ્ધ કરાવે છે.
નવા ફીચર્સ અને કલર સાથે લોન્ચ કરવામાં આવ્યું
Ray ZR Street Rally સ્કૂટરને Yamaha દ્વારા નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. નવા ફીચર્સ સાથે આ સ્કૂટરમાં નવા રંગો પણ સામેલ કરવામાં આવ્યા છે. જે બાદ તેની ખરીદી એક સારો વિકલ્પ બની શકે છે.
કઈ-કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
કંપનીએ આ સ્કૂટરમાં આન્સર બેક અને LED DRL જેવા ફીચર્સ ઉમેર્યા છે. આન્સર બેક ફીચરને કારણે ભીડભાડવાળી જગ્યા પર ખાલી એક બટન દબાવીને સ્કૂટરની સ્થિતિની જાણકારી મેળવી શકાય છે. LED DRLના કારણે, રસ્તા પર વધુ સારી રીતે હાજરીને દર્શાવી શકાય છે.
કેટલું શક્તિશાળી એન્જિન છે?
કંપનીએ તેના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યો નથી. પહેલાની જેમ, તેમાં FI હાઇબ્રિડ ટેક્નોલોજી સાથેનું 125 સીસી એન્જિન હશે. જેના કારણે તેને 8.2 PSનો પાવર અને 10.3 ન્યૂટન મીટરનો ટોર્ક મળે છે.
Yamahaના આ સ્કૂટરના રંગો અને કિંમત
નવા ફીચર્સ સિવાય તેને સાયબર ગ્રીન જેવા નવા કલર સાથે લાવવામાં આવ્યું છે. Cyber Greenની સાથે, Ice Fluo-Vermillion અને Matte Black જેવા બે વધુ રંગ વિકલ્પો તરીકે ઓફર કરવામાં આવ્યા છે. Yamaha Ray ZR Street Rally સ્કૂટરને કંપનીએ 98,130 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત સાથે નવા ફીચર્સમાં લૉન્ચ કર્યું છે.
આ સ્કૂટરને યામાહાએ 125 CC સેગમેન્ટમાં ઓફર કર્યું છે. આ સેગમેન્ટમાં, તે Honda Activa 125, Suzuki Access 125, Suzuki Burgman Street 125, TVS Jupiter 125, TVS N Torq જેવા સ્કૂટર સાથે સીધી સ્પર્ધા કરે છે.
આ પણ જૂઓ: આ કંપનીના સ્કૂટરમાં આટલી બધી ફરિયાદો કેમ આવે છે? શું દર મહિને 80 હજાર ગ્રાહકો થાય છે હેરાન?