ટ્રેન્ડિંગમનોરંજન

સાઉથ મેગાસ્ટાર ચિરંજીવીનું નામ ગિનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ, જાણો કારણ

  • સુપરસ્ટાર ચિરંજીવીનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. 22 સપ્ટેમ્બરે તેમને સત્તાવાર રીતે આ સન્માન આપવામાં આવ્યું હતું

23 સપ્ટેમ્બર, ચેન્નઈઃ જો આપણે વૈશ્વિક સ્તરે લોકપ્રિયતાની વાત કરીએ તો શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિત ઘણા એવા ફિલ્મ સ્ટાર્સ છે જેમના નામનો ડંકો વાગે છે. આ યાદીમાં સાઉથ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીનું નામ પણ સામેલ છે. હવે તેમણે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ચિરંજીવીનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું

તાજેતરમાં જ સુપરસ્ટાર ચિરંજીવીનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. 22 સપ્ટેમ્બરે તેમને સત્તાવાર રીતે આ સન્માન આપવામાં આવ્યું હતું. બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને ગિનીસ રેકોર્ડ ટીમના સભ્યએ ચિરંજીવીને આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેમની પત્ની ઉપાસના કોનિડેલાએ તેમને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી છે.

સૌથી સફળ સ્ટારનો ખિતાબ મળ્યો

અભિનેતાને તેમની 45 વર્ષની કારકિર્દીમાં 156 ફિલ્મોના 537 ગીતોમાં 24000 ડાન્સ મૂવ્સ કરવા બદલ આ ખિતાબ મેળવ્યો છે. ચિરંજીવીએ 1978 માં ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે 45 વર્ષથી વધુ સમયથી ઉદ્યોગમાં છે. તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ સ્ટારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનેતાને મળેલ પ્રમાણપત્રમાં લખ્યું છે રે અભિનેતા-ડાન્સર કોનિડેલા ચિરંજીવી ઉર્ફે મેગાસ્ટાર ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ ફિલ્મ સ્ટાર છે. તેમણે 20 સપ્ટેમ્બર 2024ના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ચિરંજીવીને મળી ચૂક્યા છે પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કાર

ચિરંજીવીને 9 મે 2024ના રોજ ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 2006માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, તેમણે 22 સપ્ટેમ્બર 1978ના રોજ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને 45 વર્ષની કારકિર્દી બાદ 22 સપ્ટેમ્બરે જ તેને સૌથી સફળ ફિલ્મ સ્ટારનો ખિતાબ મળ્યો છે.

આ પણ વાંચોઃ ઓસ્કર 2025માં લાપતા લેડીઝની ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી, આ ફિલ્મો રેસમાંથી બહાર

Back to top button