ગુજરાતટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

19 વર્ષની રિયા સિંઘા મિસ યુનિવર્સ ઈન્ડિયાની વિનર બની, ઉર્વશી રૌતેલાએ તાજ પહેરાવ્યો

Text To Speech

મુંબઈ – 23 સપ્ટેમ્બર :  રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ જીત્યો છે. રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ગ્લેમરસ ફોટોઝ શેર કરતી રહે છે.

રવિવારે જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધા યોજાઈ હતી. રિયા સિંઘાએ આ સ્પર્ધા જીતી છે. રિયા મિસ યુનિવર્સ ઈન્ડિયા જીત્યા બાદ તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રિયા મિસ યુનિવર્સ ઈન્ડિયા બન્યા બાદ તેણે તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. રિયાએ તાજ જીત્યા બાદ તેની તસવીરો વાયરલ થઈ રહી છે. તેને આ તાજ બોલિવૂડની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પહેરાવ્યો હતો.

19 વર્ષની રિયા ગુજરાતની રહેવાસી છે. મિસ યુનિવર્સ ઈન્ડિયા જીત્યા બાદ તે ભારતને મિસ યુનિવર્સમાં રીપ્રેજન્ટ કરવા જઈ રહી છે.

રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેણે કહ્યું- આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મેં આ સ્થાન સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે.

રિયાએ આગળ કહ્યું-  હું મારી જાતને આ તાજ માટે લાયક માનું છું. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું. રિયાના ફોટાને લાખો લાઈક્સ મળે છે.

રિયાએ તાજ જીત્યા બાદ ઉર્વશીએ પણ ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું- હું અનુભવી શકું છું કે બધી છોકરીઓ શું અનુભવી રહી છે. વિનર માઈન્ડ બ્લોઈંગ છે. તે મિસ યુનિવર્સમાં આપણા દેશનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કરશે અને મને આશા છે કે ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.

રિયા સિંઘાએ તાજ જીત્યા બાદ, લોકો મિસ યુનિવર્સનો તાજ ભારત આવવાની અપેક્ષા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : પ્રેમ, પ્રેમ નામ હૈ મેરાઃ એક જમાનો હતો જ્યારે પ્રેમ ચોપરા નામ પડે અને લોકોને વિલન જ દેખાય

Back to top button