પ્રેમ, પ્રેમ નામ હૈ મેરાઃ એક જમાનો હતો જ્યારે પ્રેમ ચોપરા નામ પડે અને લોકોને વિલન જ દેખાય
મુંબઈ – 23 સપ્ટેમ્બર : બોલિવૂડના પ્રખ્યાત વિલન પ્રેમ ચોપરાનું નામ સાંભળતાની સાથે જ તેમની વિલન તરીકેની ઈમેજ આપણી નજર સામે સ્પષ્ટપણે ઉભરી આવે છે. એક જમાનાના આ સબળ વિલનનો આજે જન્મદિવસ (Prem Chopra birthday) છે. પ્રેમની ગણતરી બોલિવૂડના તે ભયાનક વિલનમાં થાય છે, જેમને દર્શકો ખરેખર વિલન તરીકે સમજવા લાગ્યા હતા. 89 વર્ષના પ્રેમ ચોપરાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે લોકો તેમને જોતાની સાથે જ તેમની પત્નીઓને છુપાવી દેતા હતા. પ્રેમ ચોપરાનો જન્મ 23 સપ્ટેમ્બર 1935ના રોજ પંજાબના લાહોરમાં થયો હતો. પ્રેમ ચોપરાએ 60 વર્ષથી વધુની ફિલ્મી કરિયરમાં 380 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને 3 બાળકો છે, જેનું નામ રકિતા, પ્રેરણા અને પુનીતા છે. આ સિવાય તેમને સાત પૌત્રો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રેમ ચોપરાએ કહ્યું હતું કે, “તેઓ મને જોતાની સાથે જ તેમની પત્નીઓને છુપાવી દેતા હતા. જ્યારે હું ઘણીવાર તેમની પાસે જતો અને તેમની સાથે વાત કરતો, ત્યારે તેઓ એ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા કે વાસ્તવિક જીવનમાં હું પણ તેમના જેવો જ એક વ્યક્તિ છું, લોકો મને એક ભયાવહ વિલન માનતા હતા, પરંતુ મેં બાબતને કોમ્પલિમેન્ટ તરીકે લીધી અને વિચાર્યું કે હું મારું કામ સારી રીતે કરી રહ્યો છું.
પ્રેમે શિમલામાં કોલેજના દિવસો દરમિયાન ઘણા નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેના માતા-પિતાના સખત વિરોધ છતાં, તે બોલિવૂડની ફિલ્મોમાં અભિનય કરવાનું સપનું પૂરું કરવા બોમ્બે આવવામાં સફળ રહ્યા. તેઓ 1967 થી હિન્દી ફિલ્મોમાં મુખ્ય વિલન છે અને 1967 થી 1995 સુધી તેમણે મુખ્ય વિલન તરીકે કામ કર્યું છે. 1970ના દાયકામાં તેમને સુજિત કુમાર અને રણજિત સાથે ઘણી વાર વિલન તરીકેની મહાન ભૂમિકાઓ મળી.
પ્રેમ ચોપરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “અન્ય કલાકારોની જેમ હું પણ શરૂઆતમાં હીરો બનવા માંગતો હતો. મેં કેટલીક પંજાબી ફિલ્મોમાં હીરો તરીકે કામ કર્યું હતું અને તેમને પસંદ પણ કરવામાં આવી હતી, પરંતુ હિન્દી સિનેમામાં મેં જે ફિલ્મો હીરો અથવા સેન્ટ્રલ કેરેક્ટર કરી તે ફ્લોપ નિવડી.” પ્રેમ ચોપડાએ પોતાની કારકિર્દીમાં ‘શહીદ’, ‘બોબી’, ‘બેતાબ’, ‘ગુપ્ત’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચો : દિલજીત દોસાંજ અને એડ શીરને ફરી સ્ટેજ પર પોતાની ગાયકીથી ચાહકોના દિલ જીત્યા, જૂઓ વીડિયો