ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તિરુપતિ બાદ હવે વૃંદાવનના પ્રસાદ પર ઉઠ્યા સવાલ, સાંસદ ડિમ્પલ યાદવે તપાસની કરી માંગ

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત બહાર આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. સર્વત્ર નિવેદનો કરવામાં આવી રહ્યા છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માગણી થઈ રહી છે. હવે આ વિવાદ પર સમાજવાદી પાર્ટી (SP) સાંસદ ડિમ્પલ યાદવનું નિવેદન આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, સામાન્ય માણસના ખાદ્યપદાર્થોમાં ભેળસેળની કોઈ નોંધમાં આવી રહી નથી. આ સંવેદનશીલ બાબતની તપાસ થવી જોઈએ. ડિમ્પલ યાદવે વધુમાં કહ્યું કે, અમે વૃંદાવનમાં પણ આવી જ ઘટના વિશે સાંભળ્યું છે. ભેળસેળયુક્ત અનાજ, ભેળસેળયુક્ત તેલ અને ઘીના રૂપમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સમાજના દરેક વર્ગ સુધી પહોંચી ગયા છે.

તિરુપતિ મંદિરના લાડુમાં માછલીનું તેલ અને પ્રાણીની ચરબીનું મિશ્રણ હોવાની પુષ્ટિ થઈ હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના રિપોર્ટ અનુસાર, તિરુપતિ મંદિરમાં તૈયાર કરાયેલા લાડુના પ્રસાદમાં પ્રાણીની ચરબી અને માછલીનું તેલ મિશ્રિત છે. આ બધું ઘીમાં ભેળવવામાં આવ્યું હતું જેમાંથી લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા.

 

પ્રસાદના નમૂના લેવામાં આવ્યા

બીજી તરફ, આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં ભક્તો માટે તૈયાર કરાયેલા ‘પ્રસાદ’માં કથિત રીતે પશુઓની ચરબી ભેળવવામાં આવી રહી હોવાની માહિતી બાદ મથુરામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (FSDA)પણ સક્રિય થઈ ગયું છે અને ઘણી જગ્યાએથી પ્રસાદના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે.

FSDAએ છેલ્લા 48 કલાકમાં વિવિધ સ્થળોએથી પ્રસાદ તરીકે વેચાતી વસ્તુઓના કુલ 13 નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ, વૃંદાવનના ઠા.બાંકેબિહારી મંદિર તથા ગોવર્ધનના દાનઘાટી મંદિરની બહાર સ્થિત દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ કમિશ્નર ધીરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે પ્રસાદમાં ભેળસેળનો મામલો બહાર આવ્યા બાદ ટીમે ઠાકુર બાંકે બિહારી મંદિર, શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ગોવર્ધન મંદિરની બહાર આવેલી પ્રસાદની દુકાનોમાંથી સેમ્પલ લીધા અને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા.

પ્રસાદની તપાસનું અભિયાન

ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ એ સ્પષ્ટ થશે કે અહીં પ્રસાદ તરીકે આપવામાં આવતી વસ્તુઓમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં. આજે સોમવારથી પ્રસાદની તપાસ માટે સમગ્ર જિલ્લામાં મોટા પાયે અભિયાન શરૂ કરવામાં આવશે. અલગ-અલગ ટીમો દરેક વિસ્તારમાં જઈને સેમ્પલ લઈને કાર્યવાહી કરશે. જ્યાં પણ પ્રસાદનું ખુલ્લેઆમ વેચાણ થતું જોવા મળશે ત્યાં સેમ્પલ લેવાનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.

આરોગ્ય સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં

આસિસ્ટન્ટ કમિશનરે કહ્યું કે, તમામ દુકાનદારોને માત્ર પ્રસાદ જ નહીં પરંતુ કોઈપણ પ્રકારની ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ ન કરવા ચેતવણી આપવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. આવું કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ જૂઓ: ચંદ્રાબાબુને જૂઠું બોલવાની ટેવ: તિરૂપતિ પ્રસાદ વિવાદ વચ્ચે જગનમોહન રેડ્ડીએ PMને લખ્યો પત્ર

Back to top button