ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ

દિલજીત દોસાંજ અને એડ શીરને ફરી સ્ટેજ પર પોતાની ગાયકીથી ચાહકોના દિલ જીત્યા, જૂઓ વીડિયો

Text To Speech
  • હોલીવુડ સિંગર એડ શીરનએ બર્મિંગહામમાં ચાલી રહેલા દિલજીત દોસાંજના કોન્સર્ટમાં પહોંચ્યો

ઈંગ્લેન્ડ, 23 સપ્ટેમ્બર: પંજાબી ગાયક દિલજીત દોસાંજ અને હોલીવુડ સિંગર એડ શીરને સ્ટેજ પર પોતાની ગાયકી વડે ફરી એકવાર ચાહકોના દિલ જીતી લીધા છે. હોલીવુડ સિંગર એડ શીરનએ બર્મિંગહામમાં ચાલી રહેલા દિલજીત દોસાંજના કોન્સર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં બંનેએ લાઈવ ઓડિયન્સ સામે પોતાનું પરફોર્મન્સ આપ્યું, જેનાથી ફેન્સ ડાન્સ કરવા મજબૂર થઈ ગયા. બંને સ્ટાર્સે તેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફેન્સ સાથે શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ આ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Ed Sheeran (@teddysphotos)

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

એડ શીરન અને દિલજીત દોસાંજે ગાયું મેશઅપ

વાયરલ વીડિયોમાં દિલજીત એડ શીરનને તેની પંજાબી સ્ટાઈલમાં સ્ટેજ પર બોલાવે છે અને કહે છે, “એડ શીરન આ ગયે ઓય.” આ પછી દર્શકોની ચીસો સંભળાય છે. લુક વિશે વાત કરવામાં આવે તો, દિલજીત વ્હાઇટ લુકમાં જોવા મળ્યો હતો જ્યારે એડ શીરન કેઝ્યુઅલ સ્ટાઈલમાં હતો. એડ શીરન-દિલજીતે શેપ ઓફ યૂ અને કરીના કપૂર, કૃતિ સેનન અને તબ્બુની ફિલ્મ ક્રૂના ગીત નૈનાનું મેશઅપ ગાયું હતું. આ દરમિયાન બંને ગળે લગતા પણ જોવા મળ્યા હતા. વીડિયો શેર કરતી વખતે, એડ શીરને ઈન્સ્ટાગ્રામ કેપ્શન પર લખ્યું છે કે, “મેં આજે રાત્રે બર્મિંગહામમાં મારા ભાઈ દિલજીતનો ઉપકાર પાછો કર્યો છે. તે એક અદ્ભુત ક્ષણ હતી. બોલવવા બદલ આભાર.”

દિલજીતે એડ શીરનનો માન્યો આભાર

જેઓ નથી જાણતા તેમના માટે એ મહત્ત્વપૂર્ણ છે કે, દિલજીત દોસાંજે આ વર્ષે માર્ચમાં એડ શીરનના મુંબઈ કોન્સર્ટમાં હાજરી આપી હતી અને તેણે એક ગીત ગાયું હતું. વીડિયો શેર કરતાં દિલજીત દોસાંજે લખ્યું હતું કે, “મારા ભાઈએ બર્મિંગહામ તબાહી મચાવી. કેવી રાત. પ્રેમ અને આદર. આભાર બર્મિંગહામ.’

ઉલ્લેખનીય છે કે, દિલજીત દોસાંજની દિલ-લ્યુમિનાટી ટૂર એટલા માટે ચર્ચામાં છે કારણ કે દિગ્દર્શકે દિલ્હીમાં વધુ એક શો ઉમેર્યો છે. જ્યારે ભારતના પ્રવાસમાં તેણે મુંબઈ અને જયપુર પણ ઉમેર્યા છે.

આ પન જૂઓ: અદિતિ રાવ હૈદરીએ કાપી લગ્નની કેક: રાજકુમાર-પત્રલેખા સાથે કરી પાર્ટી, જૂઓ વીડિયો

Back to top button